રાહુલ ગાાંધીનો પીએમ પર કટાક્ષ - ચીને આપણી જમીન લઈ લીધી, શું આ પણ 'એક્ટ ઑફ ગૉડ'?
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો આરોપ છે કે ચીને લદ્દાખમાં ભારતીય જમીન પર કબ્જો કરી લીધો છે અને મોદી સરકાર કંઈ નથી કરી શકતી.
નવી દિલ્લીઃ લદ્દાખમાં છેલ્લા ચાર મહિનાથી ચીન સીમા પર વિવાદ ચાલુ છે. ચીન સતત ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહ્યુ છે. જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી દીધુ. તેમછતાં પણ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો આરોપ છે કે ચીને લદ્દાખમાં ભારતીય જમીન પર કબ્જો કરી લીધો છે અને મોદી સરકાર કંઈ નથી કરી શકતી. આ પહેલા તેમણે વિવાદિત વિસ્તારની સેટેલાઈટ ઈમેજ જારી કરીને ચીની સેનાના અતિક્રમણને બતાવ્યુ હતુ.

રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વિટ કરીને લખ્યુ કે ચીને આપણી જમીન પર કબ્જો કરી લીધો છે. ભારત સરકાર તેને મેળવવાની યોજના બનાવી રહી છે? કે એક્ટ ઑફ ગૉડ ગણાવીને આને પણ છોડવામાં આવી રહ્યુ છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકરાના એ નિવેદન પર કટાક્ષ કર્યો જેમાં તેમણે જીડીપી ઘટવાનુ કારણ એક્ટ ઑફ ગૉડ એટલે કે કોરોના મહામારીને ગણાવ્યુ હતુ. વળી, 14 સપ્ટેમ્બરથી સંસદનુ ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યુ છે. આ દરમિયાન કોંગ્રેસે સરકારને સંપૂર્ણપણે ઘેરવાનુ પ્લાનિંગ કર્યુ છે. કોરોના વાયરસના વધતા કેસો, ઘટતી જીડીપી, ચીન સાથે સીમા વિવાદ જેવા ઘણા મુદ્દે રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. એવામાં સંસદ સત્ર દરમિયાન આ મુદ્દાઓ પર જોરદાર હોબાળો થવાની આશા છે.
રાહુલ ગાંધીએ ગુરુવારે સોશિયલ મીડિયા પર #SpeakUpForJobsનામથી કેમ્પેઈન શરુ કર્યુ. જે હેઠળ તેમણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો. જેમાં કહેવામાં આવ્યુ કે સમજ્યા વિચાર્યા વિનના લૉકડાઉન લાગુ કરી દીધુ. જેના કારણે અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે પ્રભાવિત થઈ અને જીડીપી ગ્રોથ રેટમાં 23 ટકા ઘટાડો નોંધવામાં આવ્યો. આ સાથે જ લાખો લોકોની નોકરીઓ ગઈ. સાથે જ નાના મધ્યમ વેપાર નષ્ટ થઈ ગયા. એવામાં અમે માંગ કરીએ છીએ કે કેન્દ્ર સરકાર બેરોજગાર યુવાનો અને ગરીબોને તરત જ ન્યાય આપે એટલે કે 12 મહિના માટે પ્રતિ માસ 6000 રૂપિયા આપે.












Click it and Unblock the Notifications
