For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે અરુણાચલમાં 20 કિમી સુધી ઘુસણખોરી કરતી ચીની સેના

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 ઑગસ્ટ : ચીની સૈનિકોએ એકવાર ફરી ભારતીય સરહદમાં પ્રવેશ કરવાની હિમ્મત કરી છે. તેઓ 13 ઑગસ્ટના રોજ અરૂણાચલ પ્રદેશના ચાગલાગમ વિસ્તારમાં ઘુસી આવ્યા અને બે દિવસથી વધારે સમય અત્રે રોકાયા. ચાગલાગમ વિસ્તાર ભારતીય સરહદમાં 20 કિમી સુધી અંદર આવેલો છે.

જોકે સેનાના હેડક્વાર્ટરે આ ઘુસણખોરીને વધારે મહત્વ ના આપતા જણાવ્યું કે ચીની સૈનિકો પોતાના વિસ્તારમાં પરત ચાલ્યા ગયા. હેડક્વાર્ટર અનુસાર આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે કારણ કે વિવાદીત વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ દરમિયાન બંને પક્ષ દ્વારા હંમેશા એકબીજાની હદમાં પહોંચી જવાની ભૂલ કરે છે.

સૂત્રોએ જણાવ્યું કે અરુણાચલ પ્રદેશના ચાગલગામ વિસ્તારમાં પીપલ્સ લિબરેશન આર્મીના જવાન ભારતીય સરહદની અંદર 20 કિમીથી વધારે અંદર આવી ગયા હતા. ત્યારબાદ ભારતીય જવાનોએ તેમને રોક્યા. બંને પક્ષોએ એકબીજાના વિસ્તારથી ચાલ્યા જવા માટે એકબીજાને બેનર બતાવ્યા.

china
તેમણે જણાવ્યું કે બંને પક્ષ પોત-પોતાની સ્થિતિ પર આવી ગયા અને ચીની સૈનિક બે-ત્રણ દિવસ બાદ ચાલ્યા ગયા. સૂત્રો અનુસાર આ વિસ્તાર સેનાની સેકંડ ડિવિઝન હેઠળ આવે છે અને મુદ્દાના હલ માટે દળના ઉપ કમાંડરે પણ હસ્તક્ષેપ કર્યો. તેમણે જણાવ્યું કે વાસ્તવિક નિયંત્રણ રેખાની રખેવાળી માટે અર્ધસૈનિક દળ ભારત તિબ્બત સીમા પોલીસનો પણ વિસ્તારમાં બંદોબસ્ત છે.

ગઇ એપ્રિલમાં ચીની સૈનિક ભારતીય સરહદમાં 19 કિમી, અંદર સુધી ઘુસી ગઇ હતી અને લદ્દાખના દેસપાંગમાં પોતાના તંબૂ લગાવ્યા હતા. બંને દેશોની વચ્ચે ત્રણ અઠવાડિયાની ગતિવિધિ અને પ્રમુખ અધિકારીઓની વચ્ચેની વાતચીત બાદ આ સૈનિકો પરત ગયા હતા. સૈનાના સૂત્રોએ જણાવ્યું કે ગયા 8 માસમાં, ચીની પક્ષ તરફથી 150થી વધારે વખત ઘુસણખોરી કરવામાં આવી અને ભારતીય સૈનિક પણ પેટ્રોલિંગ દરમિયાન એ વિસ્તારમાં ચાલ્યા ગયા હતા જે તેમનો હોવાનો તેઓ દાવો કરે છે.

English summary
In yet another face-off with Indian soldiers, Chinese troops had come more than 20 kilometres inside Indian territory in Chaglagam area of Arunachal Pradesh on August 13 and stayed there for over two days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X