ચિરાગ પાસવાનની પાર્ટી એનડીએમાં સામેલ થઈ, અમિત શાહ સાથે મુલાકાત બાદ નિર્ણય લેવાયો
વિપક્ષી પાર્ટીઓની એકતાએ નરેન્દ્ર મોદી અને અમિત શાહને દોડતા કરી દીધા છે. છેલ્લા ઘણા સમયથી બંધારણ વિરોધી ગતિવિધીઓ માટે વિરોધીઓના નિશાને રહેલી મોદી સરકાર હવે તેના ગઠબંધનને મજબુત કરવા મજબુર થઈ છે. આ ક્રમમાં આજે ચિરાગ પાસવાને એનડીએ સાથે જોડાવાની જાહેરાત કરી છે.
લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને આજે અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ હવે તેમને બીજેપીની આગેવાની વાળા ગઠબંધન એનડીએ સાથે જોડાવાની જાહેરાત કરી છે.

બેઠક બાદ બીજેપી અધ્યક્ષ નડ્ડાએ ચિરાગ પાસવાન સાથે એક ફોટો શેર કર્યો અને લખ્યુ કે, ચિરાગ પાસવાનને દિલ્હીમાં મુલાકાત થઈ. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA જોડાવાનો નિર્ણય કર્યો છે. હું એનડીએ પરિવારમાં તેમનું સ્વાગત કરું છું.
18 જૂલાઈએ એનડીએની બેઠક પહેલા ચિરાગ પાસવાનની એન્ટ્રી મોટો સંકેત છે. બિહારની રાજનીતિ માટે એક મહત્વપૂર્ણ ઘટના મનાય છે. ચિરાગ પાસવાનના પિતા અને દિવંગત દલિત નેતા રામવિલાસ પાસવાનના નેતૃત્વમાં એલજેપીએ 2019માં 6 લોકસભા બેઠકો પર ચૂંટણી લડી હતી અને ભાજપ સાથે બેઠક વહેંચણીના સોદા હેઠળ રાજ્યસભાની એક બેઠક પણ મેળવી હતી.
બીજી તરફ ચિરાગ પાસવાન ઈચ્છે છે કે તેમની પાર્ટીમાં વિભાજન છતાં બીજેપી એ જ સિસ્ટમને વળગી રહે. ચિરાગના કાકા અને કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસ રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના વડા છે અને ગઠબંધનનો ભાગ છે. તે LJP માં વિભાજન પછી રચાયેલી બીજી પાર્ટી છે.
એલજેપીના સૂત્રો અનુસાર, ચિરાગ પાસવાને તેમના જોડાણને ઔપચારિક કરતા પહેલા બિહારમાં લોકસભા અને વિધાનસભા બેઠકોના તેના હિસ્સા અંગે ભાજપ સાથે સ્પષ્ટતા માટે આગ્રહ કર્યો છે.
અહેવાલો અનુસાર, ચિરાગ પાસવાન સીટ વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવા બીજેપી સાથે વાતચીત કરી રહ્યા છે. અમિત શાહ સાથેની આજની મુલાકાતને પણ આ કવાયતના ભાગરૂપે જોવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય આ પહેલા બે વખત ચિરાગ પાસવાનને મળી ચૂક્યા છે.
ચિરાગ પાસવાન ઇચ્છે છે કે તેને હાજીપુર લોકસભા બેઠક મળે. આ સીટ દાયકાઓથી તેના પિતાનો ગઢ છે અને હાલમાં આ સીટ પર પશુપતિ કુમાર પારસ સાંસદ છે. ચિરાગ પાસવાના કાકાનો પણ આ બેઠક પર દાવો છે. તે રહે છે કે ચિરાગ નહીં પણ તે રામવિલાસ પાસવાનના રાજકીય ઉત્તરાધિકારી છે.
અહેવાલો અનુસાર, બીજેપી બંને પક્ષો વચ્ચે સમાધાન માટે કામ કરી રહી છે. કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પારસને મળ્યા હતા. ચિરાગ પાસવાને 2020ની બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન બીજેપીના તત્કાલીન સાથી નીતિશ કુમારનો વિરોધ કરવા માટે NDAથી અલગ થઈ ગયા હતા પરંતુ મુખ્ય મુદ્દાઓ પર તે ભાજપના સમર્થનમાં રહ્યા.












Click it and Unblock the Notifications
