શું પીએમ મોદીની ડિગ્રીની થશે ચકાસણી?

Written By:
Subscribe to Oneindia News

વડપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઇને ફરીથી વિવાદ સર્જાયો છે. કેન્દ્રિય સૂચના આયોગ(સીઆઇસી) દ્વારા દિલ્હી વિશ્વવિદ્યાલયને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, તેઓ 1978માં બીએ ની ડિગ્રી મેળવનાર તમામ વિદ્યાર્થીઓના રેકર્ડની કોપી આરટીઆઇ આવેદનકર્તાને મોકલે. વિશ્વ વિદ્યાલય અનુસાર વર્ષ 1978 માં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંથી બીએ ની ડિગ્રી મેળવી હતી.

narendra modi

સાર્વજનિક હિતનો મામલો

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે એક આરટીઆઇના જવાબમાં વિશ્વ વિદ્યાલયે આ જાણકારી આપવાની ના પાડતાં કહ્યું હતું કે, આ એક વિદ્યાર્થીની વ્યક્તિગત જાણકારી છે અને કોઇ પણ પ્રકારના સાર્વજનિક હિત સાથે આ જાણકારીને કોઇ સંબંધ નથી. સીઆઇસી દ્વારા વિશ્વ વિદ્યાલયને આપવામાં આવેલા નિર્દેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કોઇ પણ વર્તમાન કે ભૂતકાળના વિદ્યાર્થીની શિક્ષા સાથે જોડાયેલી જાણકારી સાર્વજનિક હિતની શ્રેણીમાં જ આવે છે.

અહીં વાંચો - પાકિસ્તાની ચેનલનો દાવો- મોદી અને ડોભાલે કરી છે અભિનેતા ઓમ પુરીની હત્યા

ગત વર્ષે મે મહિનામાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીની વિશ્વસનિયતા પર સવાલ ઉઠાવ્યો હતો. ત્યાર બાદ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે આ મુદ્દે આરોપ-પ્રત્યારોપના હારમાળા શરૂ થઇ ગઇ હતી. હવે સીઆઇસી ના આ નિર્દેશ બાદ ફરીથી એક વાર આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

English summary
CIC instructs Delhi University to provide the details of Prime Minister Narendra Modi's BA degree.
Please Wait while comments are loading...