પાકિસ્તાની ચેનલનો દાવો- મોદી અને ડોભાલે કરી છે અભિનેતા ઓમ પુરીની હત્યા

Written By:
Subscribe to Oneindia News

ભારત અને પાકિસ્તાનના સમીકરણો જગજાહેર છે, આ વખતે ભારત વિરુદ્ધની લડાઇમાં પાકિસ્તાન કંઇ વધારે જ આગળ વધી ગયું છે. એક પાકિસ્તાની સરકારે દેશના વડાપ્રધાન તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પર ખૂબ ગંભીર આરોપ મુક્યો છે અને તે પણ કોઇ પુરાવા વિના. આ પાકિસ્તાની ચેનલ દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે કે, બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઓમ પુરીની હત્યા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનો હાથ છે. પાકિસ્તાની ચેનલે આરોપ મુક્યો છે કે, નરેન્દ્ર મોદી અને અજીત ડોભાલે મળીને ઓમ પુરીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

modi-ajeet dobhal

ડોભાલે ઘરે બોલાવીને કરી હતી પિટાઇ

પાકિસ્તાનના 'બોલ ટીવી'એ દાવો કર્યો છે કે, ઓમ પુરીએ પાકિસ્તાની કલાકારોનું સમર્થન કર્યું હતું અને આ અંગે પોતાનો અભિપ્રાય પણ આપ્યો હતો, આ કારણે જ મોદી અને ડોભાલે તેમન હત્યા કરી છે. આટલું જ નહીં, આ ચેનલના અહેવાલમાં હજુ આગળ એમ પણ કહેવાયું છે કે, અજીત ડોભાલે પહેલા ઓમ પુરીને પોતાના ઘરે બોલાવી તેમની ખૂબ પીટાઇ કરી હતી. આ ચેનલના એન્કરે એમ પણ કહ્યું હતું કે, તેમની પાસે અભિનેતા ઓમ પુરીની પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે, જેમાં કહેવાયું છે કે, આ અભિનેતાની હત્યા થઇ છે.

અહીં વાંચો - જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં GREF કેમ્પ પર આતંકી હુમલો, 3ની મોત

salman fawad

અન્ય એક દાવો-નિશાના પર છે સલમાન અને ફવાદ

સાચી વાત એ છે કે, આ લખાય છે ત્યાં સુધી ઓમ પુરીની ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અંગે હજુ સુધી કોઇ ઓફિશિયલ જાહેરાત થઇ નથી. આ શોના હોસ્ટે આગળ એમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિશાના પર હવે ફવાદ ખાન અને સલમાન ખાન છે. તેણે કહ્યું હતું કે, 'ઓમ પુરી રાષ્ટ્રની સુરક્ષાને જોખમમાં મુકી શકે એમ હતા અને આથી તેમની હત્યા કરવામાં આવી.'

ભારત સરકાર તરફથી આ અંગે હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં નથી આવી.

English summary
Pakistani channel claims Om Puri was murdered by Narendra Modi and Ajeet Dobhal.
Please Wait while comments are loading...