નાગરિકતા કાયદોઃ ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર 14 દિવસ માટે તિહાર જેલ મોકલાયા
નાગરિકતા કાયદા સામે પ્રદર્શન કરવા પર કસ્ટડીમાં લેવાયેલા ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદને કોર્ટે 14 દિવસ માટે જેલ મોકલી દીધા છે. પોલિસે ચંદ્રશેખરને દિલ્લીની તીસ હજારી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. અહીં આઝાદના વકીલે જામીન માંગ્યા પરંતુ પોલિસે આનો વિરોધ કર્યો ત્યારબાદ તેમને 14 દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા.
કોર્ટમાં સુનાવણી દરમિયાન જ્યારે ચંદ્રશેખરના વકીલે જામીન માંગ્યા. તેમના વકીલે કહ્યુ કે એ વાતનો કોઈ પુરાવા નથી કે તેમણે જામા મસ્જિદ પર જમા ભીડને દિલ્લી ગેટ જવા માટે ઉશ્કેર્યા હતા જ્યાં પહોંચીને પ્રદર્શનકારી હિંસક થઈ ગયા. પોલિસ તરફથી કહેવામાં આવ્યુ કે ચંદ્રશેખર આઝાદે જામીન આપવામાં આવી તો કાયદો-વ્યવસ્થા માટે મુશ્કેલી થઈ શકે છે. એવામાં તેમની ન્યાયિક કસ્ટડી જરૂરી છે. ત્યારબાદ કોર્ટે ચંદ્રશેખરે જેલ મોકલવામાં આદેશ આપ્યો. વળી, દરિયાગંજ હિંસા મામલે પકડાયેલ 15 અન્ય લોકોને તીસ હજારી કોર્ટે બે દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. જેમણે સોમવારે કોર્ટમાં હાજર કરવામાં આવશે.
નાગરકિતા કાયદા સામે પ્રદર્શનના દરમિયાન શુક્રવારે ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. શનિવારે પોલિસે કસ્ટડી બતાવી અને કોર્ટમાં હાજર કર્યા. આઝાદે શુક્રવારે જામા મસ્જિદ પર નાગરિકતા કાયદાના વિરોધમાં પહોંચ્યા હતા. આઝાદે જામા મસ્જિદથી જંતર-મંતર સુધી માર્ચ કરવાની વાત કહી હતી પરંતુ પોલિસે આની મંજૂરી આપી નહિ.
તમને જણાવી દઈએ કે નાગરિકત સુધારા એક્ટ, 2019ને હાલમાં જ સંસદમાં મંજૂરી મળી છે. આ કાયદામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ, જૈન, સિખ, બૌદ્ધ, પારસી અને ઈસાઈ સમાજના શરણાર્થીઓને નાગરિકતાનો પ્રસ્તાવ છે. કોંગ્રેસ સહિત મોટાભાગના વિપક્ષી દળ અને ઘણા સામાજિક સંગઠન આ બિલનો વિરોધ કરી રહ્યા છે. દેશભરની મોટી યુનિવર્સિટીઓના છાત્ર પણ આની સામે રસ્તા પર છે. વિરોધ કરી રહેલા લોકોનુ કહેવુ છે કે ધર્મના આધારે કાયદો બનાવવો ભારતના બંધારણ પર હુમલો છે.
આ પણ વાંચોઃ હનીમુન નહિ, લગ્નની એક રાત પહેલા યુવતીઓના મનમાં હોય છે આ સવાલ