નાગરિકતા બિલ લાગૂ કરવાનો આ 5 રાજ્યોનો ઈનકાર, કેન્દ્રએ કહ્યું કે...
નાગરિકતા બિલ લાગૂ કરવાનો આ 5 રાજ્યોનો ઈનકાર, કેન્દ્રએ કહ્યું કે...
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલ સંસદના બંને સદનમાં પાસ થઈ ગયા બાદ રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યું હતું. ગુરુવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ બિલને મંજૂરી આપી દીધી છે, જે બાદ હવે આ બિલ કાનૂન બની ગયું છે. જો કે પૂર્વોત્તરના રાજ્યો આસામ, ત્રિપુરા અને મેઘાલય આ એક્ટનો ભારે વિરોધ કરી રહ્યા છે. એક્ટને લઈ ચાલી રહેલ વિરોધ વચ્ચે 5 રાજ્યોએ કહ્યું કે તેઓ પોતાના રાજ્યોમાં આ કાયદો લાગૂ નહિ કરે, જેના પર હવે કેન્દ્ર સરકાર તરફથી પણ પ્રતિક્રિયા આવી છે.

તમામ રાજ્યોએ લાગૂ કરવો પડશે એક્ટ- સૂત્ર
સૂત્રો મુજબ સરકારનું કહેવું છે કે નાગરિકતાનો મામલો સંવિધાનની 7મી અનુસૂચી સંઘ સૂચીમાં આવે છે. આવું સંશોધન તમામ રાજ્યો પર લાગૂ થાય છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી, પંજાબના સીએમ અમરિંદર સિંહ સહિત 5 રાજ્યોના મુખ્યમંત્રીઓએ કહ્યું કે આ એક્ટને પોતાના રાજ્યોમાં લાગૂ નહિ કરે કેમ કે આ સંશોધન અસંવૈધાનિક છે. આ એક્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કેટલીય અરજીઓ દાખલ કરવામાં આવી છે. ટીએમસી, કેરળ કોંગ્રેસ, પીસ પાર્ટી અને મસ્લીમ લીગે સુપ્રીમ કોર્ટમાં એક્ટ વિરુદ્ધ અરજી દાખલ કરી છે.

કેરળ, પંજાબ, બંગાળે કાનૂન લાગૂ કરવાનો ઈનકાર કર્યો
કોંગ્રેસ પાર્ટીએ સંસદના અલાવા રોડ પર પણ આ બિલનો ભારે વિરોધ કર્યો છે. સપા- બસપા, ટીએમસી અને એનસીપીએ સદનમાં નાગરિકતા સંશોધન બિલનો ભારે વિરોધ કર્યો હતો. આ એક્ટને લઈ પંજાબના સીએમ અમરિંદર સિંહે કહ્યું હતું કે આ કાનૂન ધર્મનિરપેક્ષતાના ભારતીય ચરિત્ર પર હુમલો છે. કોંગ્રેસની સરકાર, પંજાબ વિધાનસભામાં બહુમતની સાથે આ કાનૂન લાગૂ થવાથી રોકી દેશે. આ કાનૂન બહુ વિભાજનકારી છે.
|
એમપી-છત્તીસગઢે પણ કાનૂન લાગૂ કરવાનો ઈનકાર કર્યો
જ્યારે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે આ કાનૂન ભારતની ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિત છબી પર હુમલો છે. આવા અસંવૈધાનિક કાનૂન માટે તેમના રાજ્યમાં કોઈ જગ્યા નથી. ભારતનું સંવિધાન તમામ ભારતીયો માટે નાગરિકતાના અધિકારની ગેરેન્ટી આપે છે, પછી તેમનો ધર્મ, જાતિ, ભાષા, સંસ્કૃતિ, લિંગ કે ધંધો ગમે તે કેમ ના હોય. આવી જ રીતે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ કહ્યું કે તેઓ આ બિલને લાગૂ નહિ કરે. જ્યારે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારોનું કહેવું છે કે જે પાર્ટીનું બિલ પર સ્ટેન્ડ છે, તે તેની સાથે છે.












Click it and Unblock the Notifications
