For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાગરિકતા સુધારા બિલને મળી કેબિનેટની મંજૂરી, આવતા સપ્તાહે ગૃહમાં આવી શકે છે બિલ

સંસદમાં મોદી કેબિનેટની મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી જ્યાં નાગરિકતા સુધારા બિલ, 1955ને મંજૂરી મળી ગઈ.

|
Google Oneindia Gujarati News

સંસદમાં મોદી કેબિનેટની મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી જ્યાં નાગરિકતા સુધારા બિલ, 1955ને મંજૂરી મળી ગઈ. આ બિલને આવતા સપ્તાહ (9 ડિસેમ્બર) રોજ સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. નાગરકિતા સુધારા બિલનો વિપક્ષના ઘણા પક્ષો વિરોધ કરી રહ્યા છે, એવામાં સરકાર તરફથી આ બિલને સંસદના પટલ પર રાખવા પર હોબાળાના અણસાર છે.

amit shah

આ બિલમાં પડોશી દેશોમાંથી શરણાર્થી તરીકે આવેલા હિંદુ, જૈન, બૌદ્ધ, સિખ, પારસી અને ઈસાઈ સમાજના લોકોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. આ બિલનો વિપક્ષ વિરોધ કરી રહ્યા છે. તેમણે આને બંધારણની ભાવનાને વિપરીત ગણાવીને કહ્યુ કે નાગરિકો વચ્ચે તેમની આસ્થાના આધારે ભેદભાવ ન કરવો જોઈએ. પૂર્વોત્તર રાજ્યોમાં પણ આ બિલનો વિરોધ થઈ રહ્યો છે. જેના પર થોડા દિવસો અગાઉ ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ હતુ કે આ બિલ એનઆરસીથી અલગ છે.

કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહે મંગળવારે નાગરકિતા સુધારા બિલના મુદ્દે અસમના છાત્ર એકમોથી અલગ સમૂહોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. જણાવવામાં આવી રહ્યુ છે કે આ લોકોએ બિલ અંગે પોતાની ચિંતાઓથી ગૃહમંત્રીને અવગત કરાવ્યા હતા. સૂત્રો મુજબ સીએમ સર્બાનંદ સોનોવાલ પણ આ બેઠકમાં હાજર રહ્યા. જણાવ્યુ છે કે નાગરિકતા સુધારા બિલ, 1955 સંસદમાં આવતા સપ્તાહે રજૂ કરવામાં આવી શકે છે. આ પહેલા નાગરિકતા સુધારા બિલ પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ હતુ કે હિંદુ, સિખ, જૈન, ઈસાઈ, બૌદ્ધ અને પારસી શરણાર્થીઓને નાગરિકતા મળી જશે. એટલા માટે જ બિલમાં સુધારો કરવાની જરૂર હતી જેથી જે શરણાર્થીઓને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધર્મના કારણે ભેદભાવનો સામનો કરવો પડે છે તેમને ભારતીય નાગરિકતા મળી શકે.

આ પણ વાંચોઃ ચંદ્રયાન 2: ઈસરો અધ્યક્ષ કે સિવને નાસાનો દાવો ફગાવ્યો, વિક્રમ લેંડર વિશે કહી આ વાતઆ પણ વાંચોઃ ચંદ્રયાન 2: ઈસરો અધ્યક્ષ કે સિવને નાસાનો દાવો ફગાવ્યો, વિક્રમ લેંડર વિશે કહી આ વાત

English summary
citizenship amendment bill cleared in modi cabinet, to be tabled in parliament
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X