For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રાઈવેટ જેટ, ચાર્ટર ફ્લાઈટને ઘરેલૂ ઉડાણ ભરવાની મંજૂરી મળી

પ્રાઈવેટ જેટ, ચાર્ટર ફ્લાઈટને ઘરેલૂ ઉડાણ ભરવાની મંજૂરી મળી

By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવે નૉન શેડ્યૂલ વિમાનોને ઘરેલૂ ઉડાણ ભરવાની અનુમતિ આપી દીધી છે. સરકારના આ ફેસલા બાદ હવે પ્રાઈવેટ જેટ, હેલીકૉપ્ટર, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ વિમાનોને ઉડાણ ભરવાની મંજૂરી મળી ગઈ છે. સરકારના ફેસલા બાદ અમીર લોકો જેમની પાસે ખુદના હેલીકોપ્ટર, પ્રાઈવેટ જેટ છે, તેઓ તેમાં ઉડાણ ભરી શકશે. ઉડ્ડયન મંત્રાલયે સોમવારે આની મંજૂરી આપી છે. આ બાબતે મંત્રાલય તરફથી એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં નૉન શેડ્યૂઅલ ઑપરેટર, પરમિટ અથવા ચાર્ટર, પ્રાઈવેટ જેટ ઓપરેશનની મંજૂરી આપવામાં આવી છે. જો કે આ દરમિયાન વિમાનમાં ખોરાક સર્વ કરવામાં નહિ આવે અને યાત્રીઓએ માસ્ક પહેરવું ફરજિયાત હશે, સાથે જ ક્રૂ મેમ્બરે પ્રોટેક્ટિવ સૂટ પણ પહેરવાં પડશે.

jet

શેડ્યૂલ એરલાયન્સનું ભાડું આ વિમાનો પર લાગૂ નહિ થાય. યાત્રીઓને પોતાના હેલિકોપ્ટર અથવા ચાર્ટર માટે એરપોર્ટ પર 45 મિનિટ વહેલું પહોંચવું પડશે. સાથે જ એક અંડરટેકિંગ આપવી પડશે કે તેમનું સ્વાસ્થ્ય ઠીક છે, તેમને પાછલા બે મહિનાથી કોરોનાનું સંક્રમણ નથી. એરપોર્ટ પર યાત્રીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરાવવું પડશ. સાથે જ આરોગ્ય સેતુ એપ પર સ્ટેટસ પણ દેખાડવું પડશે. આરોગ્ય સેતુ એપ ના હોવા પર યાત્રીઓએ કાઉન્ટર પર જવું પડશે, જ્યાંથી એપ ડાઉનલોડ કરાવવામાં આવશે. 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને તેમાં છૂટ આપવામાં આશે. આ ઓર્ડર મંત્રાલય તરફથી જોઈન્ટ સેક્રેટરી ઉષા પાઘીએ જાહેર કર્યો છે.

ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધ વ્યક્તિઓ અને અસ્વસ્થ લકોને હવાઈ યાત્રા કરવાની સલાહ આપવામાં આવી છે. જો કે આ એર એડવાઈઝરી એર એમ્બ્યુલન્સ પર લાગૂ નહિ થાય. એરપોર્ટના કાઉંટર પર કોઈફણ પ્રકારના ફિજિકલ ચેક ઈન નહિ થાય. જે યાત્રીઓના પહેલેથી વેબ ચેકઈન છે, તેમને જ એરપોર્ટમાં જવાની મંજૂરી હશે. યાત્રીઓને જે બોર્ડિંગ પાસ ઓનલાઈન આપવામાં આવ્યા છે તેના દ્વારા જ યાત્રી એરપોર્ટની અંદર પ્રવેશ કરી શકશે અને તેમને જ બોર્ડિંગ પાસ આપવામાં આવશે.

અમેરિકામાં કોરોનાનો તાંડવ યથાવત, 24 કલાકમાં 532 લોકોના મોત થયાંઅમેરિકામાં કોરોનાનો તાંડવ યથાવત, 24 કલાકમાં 532 લોકોના મોત થયાં

English summary
civil aviation ministry allowed private jets and charter flight on domestic route
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X