CJI પર યૌન શોષણનો આરોપ લગાવનાર મહિલાને સુપ્રીમ કોર્ટની પેનલે મોકલી નોટિસ
CJI પર યૌન શોષણનો આરોપ લગાવનાર મહિલાને સુપ્રીમ કોર્ટની પેનલે મોકલી નોટિસ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ વિરુદ્ધ યૌન ઉત્પીડનના આરોપોની તપાસ માટે જસ્ટિસ એસએ બોબડેની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની પેનલની રચના કરવામાં આવી છે. આ પેનલે સીજેઆઈ વિરુદ્ધ આરોપો લગાવનાર સુપ્રીમ કોર્ટની પૂર્વ મહિલા કર્મચારીને નોટિસ જાહેર કરી છે. જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ રમણ અને ઈન્દિરા બેનરજીવાળી ત્રણ સભ્યોની પેનલે મહિલાને 26 એપ્રિલે રજૂ થવા કહ્યું છે.

આરોપ લગાવનાર મહિલાને નોટિસ
આ મામલામાં શુક્રવારે પહેલી સુનાવણી થશે અને શીર્ષ અદાલતના જનરલ સેક્રેટરીને પણ તમામ દસ્તાવેજો સાથે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. જસ્ટિસ બોબડેએ જણાવ્યું કે આ એક ઈન-હાઉસ સુનાવણી હશે જેમાં કોઈ પક્ષના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિતિની જરૂર નથી, આ સામાન્ય સુનાવણી નથી.

આગળના કાર્યવાહી તપાસ પર આધારિત- જસ્ટિસ બોબડે
તેમણે સ્પષ્ટ કર્યું કે આ તપાસ પૂરી થવામાં કોઈ નિશ્ચિત સમય સીમા નથી અને આગળની કાર્યવાહી તપાસ પર આધારિત હશે. તપાસની પ્રક્રિયા સંપૂર્ણપણે ગોપનીય હશે. જણાવી દઈએ કે રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેંચે મહિલાના આરોપો પર સુનાવણી બાદ સવાલ ઉઠવા લાગ્યા હતા, જે બાદ જસ્ટિસ બોબડેના નેતૃત્વમાં ત્રણ સભ્યોની પેનલની રચના કરવામાં આવી હતી.

સીજેઆઈએ આરોપોને ફગાવ્યા હતા
સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું હતું કે ઓનલાઈન મીડિયામાં કથિત યૌન ઉત્પીડનના સંબંધમાં લગાવેલ આરોપો પાયાવિહોણા છે. સીજેઆઈએ કહ્યું હતું કે ન્યાયપાલિકાની સ્વતંત્રતા ખતરામાં છે અને ન્યાયપાલિકાને અસ્થિર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. તે મહિલા ક્રિમિનલ બેકગ્રાઉન્ડની છે. જ્યારે આ મામલામાં નવો મોડ ત્યારે આવ્યો જ્યારે સુપ્રીમ કોર્ટના એક વકીલે દાવો કર્યો હતો કે સમગ્ર મામલામાં સીજેઆઈ વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
