CJI એ નવનિયુક્ત જજોના કર્યા વખાણ, કહ્યું - જીવંત અને સક્રિય છે કોલેજિયમ
ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, કોલેજિયમ જીવંત, સક્રિય અને પોતાના કામને લઇને પ્રતિબદ્ધ છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા આયોજીત સમ્માન સમારોહમાં મુખ્ય ન્યાયાધીશે પણ ભાગ લીધો હતો. તેમણે કોલેજિયમ અને બે નવા ન્યાયાધીશોના વખાણ કર્યા હતા.
જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને વરિષ્ઠ વકીલ કલાપતિ વેંકટરામન વિશ્વનાથનને કોલેજિયમની ભલામણના 72 કલાકની અંદર સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા, ચીફ જસ્ટીસ ચંદ્રચુડે મંગળવારના રોજ યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આ દર્શાવે છે કે કોલેજિયમ જીવંત, સક્રિય અને તેના કામ પ્રત્યે પ્રતિબદ્ધ છે.

CJI ડીવાય ચંદ્રચુડ જણાવ્યું હતું કે, જસ્ટિસ મિશ્રા અને વિશ્વનાથન સારા વિચારોના સાતત્યથી ભરેલા છે. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે જણાવ્યું હતું કે, બંને ન્યાયાધીશોની નિમણૂક માટે મને આપવામાં આવેલ શ્રેય હું કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારું છું, પરંતુ હું કોલેજિયમ તેમજ આ સમગ્ર પ્રક્રિયાનો ભાગ બનેલા મારા તમામ સાથીદારો પ્રત્યે મારી પ્રશંસા વ્યક્ત કરવા માંગુ છું. અમે નિમણૂક કરતા પહેલા સુપ્રીમ કોર્ટના તમામ જજોની સલાહ લીધી હતી. આ નિમણૂંકોમાં સરકારની પણ ભૂમિકા છે, જેણે અમારી ભલામણ પર 72 કલાકથી ઓછા સમયમાં હસ્તાક્ષર કર્યા હતા.
જસ્ટિસ પ્રશાંત મિશ્રાના વખાણ કરતા CJIએ જણાવ્યું હતું કે, તેમણે પોતાના જીવનની શરૂઆત ખૂબ જ સાદા પરિવારથી કરી હતી. આના પરથી સ્પષ્ટ થાય છે કે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો સામાજિક ઉંડાણ સાથે જોડાયેલા છે. જસ્ટિસ મિશ્રા છત્તીસગઢ હાઈકોર્ટમાંથી બઢતી મેળવનારા સુપ્રીમ કોર્ટના પહેલા જજ છે. તેઓ નવા રાજ્યોની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે.
જસ્ટિસ વિશ્વનાથન અંગે સીજેઆઈએ જણાવ્યું હતું કે, તેઓ યુવા સભ્યો માટે રોલ મોડલ છે. તે બારના નાના સભ્યો માટે માર્ગદર્શક છે. વિશ્વનાથન યુવા વકીલોની ટીમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
CJI ચંદ્રચુડનો આભાર માનતા જસ્ટિસ મિશ્રાએ જણાવ્યું હતું કે, હું તમને ખાતરી આપી શકું છું કે, હું બેચ પર એવું કંઈ નહીં કરીશ જેનાથી બારની બદનામી થાય. જસ્ટિસ વિશ્વનાથને ચીફ જસ્ટિસ અને કોલેજિયમનો પણ આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ વિશ્વનાથનને 11 ઓગસ્ટ, 2030 ના રોજ નવ મહિના માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
