For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોતાના પર લાગેલા યૌન શોષણના આરોપો પર CJI રંજન ગોગોઈએ લીધુ આ પગલુ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ પર જે રીતે યૌન શોષણના આરોપ લાગ્યા છે ત્યારબાદ સતત સીજેઆઈ વિવાદોમાં છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ પર જે રીતે યૌન શોષણના આરોપ લાગ્યા છે ત્યારબાદ સતત સીજેઆઈ વિવાદોમાં છે. વિવાદો વધતા જોઈને જસ્ટીસ ગોગોઈએ જસ્ટીસ એસ એ બોબડેને કહ્યુ છે કે તે આ કેસમાં આગળનું પગલુ લેવાનો નિર્ણય લે. તમને જણાવી દઈએ કે જસ્ટીસ બોબડે સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ જજ છે. ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર સોમવારે આ બાબતે સુપ્રીમ કોર્ટના જજો વચ્ચે એક બેઠક પણ થઈ હતી જેમાં જસ્ટીસ ગોગોઈએ આ અંગે પોતાની વાત મૂકી. ત્યારબાદ તેમણે આ કેસને જસ્ટીસ બોબડેને સુપરત કરી દીધો.

justice ranjan gogoi

આગામી સીજેઆઈ બની શકે છે જસ્ટીસ બોબડે

ઉલ્લેખનીય છે કે જસ્ટીસ બોબડેએ નવોમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીમ બની શકે છે. જસ્ટીસ ગોગોઈ વિવાદ એ સમય વધી ગયો જ્યારે બે વકીલોએ કહ્યુ કે આ પ્રકરણ પર સુપ્રીમ કોર્ટના બધા જજોએ મળીને નિર્ણય લેવો જોઈએ. ગયા શનિવારે સીજેઆઈએ પોતાના પર લાગેલા આરોપો પર બેઠક કરી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તે જસ્ટીસ ગોગોઈના ઘરે કામ કરતી હતી તો તેમની સાથે યૌન શોષણ કરવામાં આવ્યુ હતુ.

પીડિતાનો આરોપ

પીડિત મહિલાએ આરોપ લગાવ્યો કે ગયા વર્ષે ઓક્ટોબર મહિનાની આ ઘટના છે. જ્યારે તેણે આનો વિરોધ કર્યો તો તેને નોકરીમાંથી કાઢી દેવામાં આવી અને તેના પતિ અને ભાઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. બંને દિલ્લી પોલિસમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત હતા. આ કેસમાં જસ્ટીસ અરુણ મિશ્રા અને જસ્ટીસ સંજીવ ખન્નાની બેંચમાં શામેલ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યુ કે મારા પર એ આરોપ મોટી તાકાત દ્વારા લગાવવામાં આવ્યા છે જેનાથી ન્યાયપાલિકાને નબળી પાડી શકાય. હું આ આરોપોને ફગાવીને પોતાના સ્તરને નીચે ના પાડી શકુ.

મૂળભૂત ભાવનાની વિરોધમાં

તમને જણાવી દઈએ કે સોમવારે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની એક્ઝીક્યુટીવ કમિટીએ કહ્યુ કે 20 એપ્રિલના રોજ કોર્ટનું સેશન આની મૂળભૂત ભાવના અને પ્રાકૃતિક ન્યાયની વિરોધમાં છે. બાર તરફથી કહેવામાં આવ્યુ છે કે સુપ્રીમ કોર્ટના બધા જજોને સીજેઆઈ પર લાગેલા બધા આરોપોને આગામી બેઠકમાં ધ્યાન આપવુ જોઈએ. જેમાં પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા પર લાગેલા આરોપોને શામેલ કરવા જોઈએ.

આ પણ વાંચોઃ 'રામ' નામની ચાંદીની પ્લેટ, કમંડલ સહિત કેટલી સંપત્તિની માલિક છે સાધ્વી પ્રજ્ઞાઆ પણ વાંચોઃ 'રામ' નામની ચાંદીની પ્લેટ, કમંડલ સહિત કેટલી સંપત્તિની માલિક છે સાધ્વી પ્રજ્ઞા

English summary
CJI Ranjan Gogoi asks Justice Bobde to take on next step on the allegation on CJI.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X