For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર

શ્રીનગરના હરવાન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે (19 ડિસેમ્બર) સવારથી અથડામણ ચાલી રહી છે. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, શ્રીનગરના હરવાન વિસ્તારમાં એક આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

શ્રીનગરના હરવાન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે (19 ડિસેમ્બર) સવારથી અથડામણ ચાલી રહી છે. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, શ્રીનગરના હરવાન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં 1અજ્ઞાત આતંકવાદી માર્યો ગયો છે. પોલીસે જણાવ્યું કે, હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.

સેના

કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે શ્રીનગરના હરવાન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.

સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સી જીએનએસએ અહેવાલ આપ્યો છે કે, માર્યા ગયેલા આતંકવાદી લશ્કર એ તૈયબા સાથે જોડાયેલો હોય તેવી શકયતા છે. જે વિદેશી હોય શકે છે. અથડામણ આજે વહેલી શરૂ થઈ જ્યારે સુરક્ષા દળોએ એક આતંકવાદી હોવાની માહિતીને પગલે વિસ્તારને ઘેરી લીધો હતો.

રવિવારની સવારે લગભગ 4 કલાકે શ્રીનગરની બહારના હરવનમાં ટૂંકી ગોળીબાર શરૂ થયો હતો. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું હતું કે, પોલીસ અને સુરક્ષા દળો હાલ કાર્યવાહી કરી રહ્યા છે.

આ અગાઉ ગુરુવારના રોજ (ડિસેમ્બર 16) જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કર એ તૈયબા (LeT)ના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

English summary
Clashes between security forces and militants in Srinagar, 1 militant shot dead.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X