અલ્હાબાદ યુનિવર્સિટીમાં ઘર્ષણ, કેન્ટીન અને વાહનોમાં આગ લગાવી
અલ્હાબાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને સિક્યુરીટી ગાર્ડ વચ્ચે મારામારી થતા મામલો બિચક્યો હતો અને માહોલ હિંસામાં ફેરવાઈ ગયો હતો.
અલ્હાબાદ યુનિવર્સિટીમાં મોટી બબાલના સમાચાર છે. મળતી વિગતો અનુસાર, ફી વધારાને લઈને થઈ રહેલા વિરોધ વચ્ચે વિદ્યાર્થી અને સિક્યુરીટી વચ્ચે મારામારી થઈ હતી. સિક્યુરીટી સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને માર મરાતા મામલો બિચક્યો હતો અને વિદ્યાર્થીઓએ મોટો હંગામો કર્યો હતો. સામે આવી રહેલા સમાચાર અનુસાર, સિક્યુરીટી ગાર્ડ દ્વારા મારામારી કરાયા બાદ વિદ્યાર્થીઓએ કેટલીક કાર અને બાઈક તેમજ કેન્ટિનમાં આગ લગાવી દીધી હતી. અહીં ફારરિંગ થયુ હોવાના પણ અહેવાલ છે.

સમાચાર અનુસાર, આજે બપોરે અચાનક વિદ્યાર્થી સંઘ કેમ્પસમાં ભેગા થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. આક્રોશ વ્યક્ત કરતા વિદ્યાર્થીઓએ તોડફોડ અને આગચંપી કરી દીધી હતી. આરોપ છે કે યુનિવર્સિટીના ગેટ પર તૈનાત ગાર્ડે ફાયરીંગ કર્યુ હતું. જો કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે ગાર્ડોએ ફાયરીંગ કરતા વિદ્યાર્થીઓ ગુસ્સે ભરાયા અને હોબાળો થયો. તમામ હોસ્ટેલના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસમાં ઉમટી પડ્યા હતા અને પથ્થરમારો પણ કર્યો હતો.
ઘટનાને લઈને પોલીસ કેમ્પસમાં પહોંચી હતી અને સ્થિતી પર કાબુ મેળવ્યો હતો. યુપીના ADG કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યું કે, પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. સીપી પ્રયાગરાજ સહિત અન્ય અધિકારીઓ સ્થળ પર છે. સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને કોઈને ગંભીર ઈજા થઈ નથી.












Click it and Unblock the Notifications
