UPમાં 10 ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પર 4 નરાધમોએ કર્યો રેપ

મહિલાઓ પરના અત્યાચાર થંભી રહ્યા નથી. રાજસ્થાન, રાંચી, હૈદરાબાદ બાદ હવે યુપીના કાસગંજમાં 10માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ગેંગરેપનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

મહિલાઓ પરના અત્યાચાર થંભી રહ્યા નથી. રાજસ્થાન, રાંચી, હૈદરાબાદ બાદ હવે યુપીના કાસગંજમાં 10માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ગેંગરેપનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં વિદ્યાર્થીની ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપીઓ વિરૂદ્ધ ગેંગરેપનો કેસ નોંધ્યો છે.

એકલતાનો ઉઠાવ્યો લાભ

એકલતાનો ઉઠાવ્યો લાભ

મળતી માહિતી મુજબ, આ કેસ સઢપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. પીડિતા વિદ્યાર્થીનીએ પોલીસને જણાવ્યું હતું કે તે રવિવારે સાંજે ઘરેથી શૌચ કરવા માટે નીકળી હતી, ત્યારે ગામના અંકિત, ઘનશ્યામ, સુરેશ અને પુષ્પેન્દ્રએ તેનું અપહરણ કરી તેને બગીચામાં લઇ ગયા હતા.

ગેંગરેપ કરીને ભાગી છુટ્યા આરોપી

ગેંગરેપ કરીને ભાગી છુટ્યા આરોપી

અહીં ચારેય શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હતો અને તે સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે પીડિતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાઇ હતી. વિદ્યાર્થીનીી ફરિયાદ પરથી ચારેય આરોપીઓ વિરૂદ્ધ સામુહિક બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે એરોપીઓને પકડવા માટે 4 ટીમો બનાવવામાં આવી છે, ટુંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

મહિલાઓ પરના અત્યાચાર સામે દેશભરમાં ગુસ્સો

મહિલાઓ પરના અત્યાચાર સામે દેશભરમાં ગુસ્સો

તમને જણાવી દઈએ કે હૈદરાબાદમાં મહિલા ડોક્ટરની ગેંગરેપ કરી હત્યા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. શેરીથી લઈને સોશ્યલ મીડિયા સુધી લોકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. સંસદમાં પણ આ ઘટનાનો પડઘો પડ્યો હતો. પીડિતાની માતાએ માંગ કરી છે કે ચારેય આરોપીઓને જાહેરમાં સળગાવી દેવા અથવા ફાંસી આપી દેવામાં આવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X