હિમાચલમાં કોંગ્રેસની ક્લીન સ્વીપ, લોકસભા સહિત તમામ 4 સીટ પર જીત!
હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા અને અરકી, ફતેહપુર, જુબ્બલ-કોટખાઈ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસે અહીં ક્લીન સ્વીપ કર્યું છે. કોંગ્રેસે ત્રણેય વિધાનસભા બેઠકો પર જીત નોંધાવી છે.
હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા અને અરકી, ફતેહપુર, જુબ્બલ-કોટખાઈ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસે અહીં ક્લીન સ્વીપ કર્યું છે. કોંગ્રેસે ત્રણેય વિધાનસભા બેઠકો પર જીત નોંધાવી છે. પેટાચૂંટણીના પરિણામને રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની સેમિફાઇનલ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

બીજેપીના રામસ્વરૂપ શર્માએ 2019માં હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ જીતી હતી પરંતુ તાજેતરમાં તેમનું અવસાન થયું હતું. અહીં યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસે પૂર્વ સીએમ વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભા સિંહને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે કારગિલ યુદ્ધના હીરો કુશલ સિંહ ઠાકુર પર દાવ લગાવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રતિભા સિંહને 365650 વોટ મળ્યા જ્યારે બીજેપીના કુશલ ઠાકુરને 356884 વોટ મળ્યા. આ રીતે પ્રતિભા સિંહે 8766 મતોથી જીત મેળવી છે.
ફતેહપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના પૂર્વ મંત્રી સુજાન સિંહ પઠાણિયાના પુત્ર ભવાની સિંહ પઠાનિયા અને ભાજપના બલદેવ ઠાકુર આમને-સામને હતા. કોંગ્રેસના ઉમેદવાર પઠાણિયા વિજય નોંધાવવામાં સફળ રહ્યા છે, તેમને 24249 મત મળ્યા હતા જ્યારે બલદેવને 18478 મત મળ્યા હતા. અપક્ષ ઉમેદવાર તરીકે ડો. રાજન સુશાંતને 12838 મત મળ્યા છે અને કારણે ભાજપની રમત બગડી ગઈ અને કોંગ્રેસ 5789 મતોથી જીતવામાં સફળ રહી.
અરકી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના પીસીસી મહાસચિવ સંજય અવસ્થી અને ભાજપના રતન સિંહ પાલ આમને-સામને હતા. અહીં કોંગ્રેસના ઉમેદવારને 30798 વોટ મળ્યા જ્યારે ભાજપને 27579 વોટ મળ્યા. સંજય અવસ્થી 3219 મતોથી જીતવામાં સફળ રહ્યા.
જુબ્બલ-કોટખાઈ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય રોહિત ઠાકુર, ભાજપના પૂર્વ જિલ્લા પરિષદ સભ્ય નીલમ સરકાઈક અને અપક્ષ ચેતન સિંહ વચ્ચે ત્રિકોણીય મુકાબલો હતો. કોંગ્રેસના ઉમેદવાર રોહિત ઠાકુર સામે ભાજપના ઉમેદવાર પોતાના જામીન પણ બચાવી શક્યા નથી. કોંગ્રેસને 29955 વોટ મળ્યા જ્યારે અપક્ષ ચેતન સિંહને 23662 વોટ મળ્યા. ભાજપના ઉમેદવારને માત્ર 2644 મત મળ્યા હતા. કોંગ્રેસ આ સીટ 6293 વોટથી જીતવામાં સફળ રહી.
હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા બેઠકની સાથે ત્રણ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીને પણ રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીની સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસની ચારેય બેઠકો પર જીતનો અલગ જ રાજકિય અર્થ છે.
હિમાચલની રાજનીતિમાં 6 વખત મુખ્યમંત્રી રહી ચુકેલા વીરભદ્ર સિંહના મૃત્યુ બાદ તેમના પરિવારની આ પ્રથમ ચૂંટણી છે. તેમની પત્ની પ્રતિભા સિંહ મંડી લોકસભા સીટ પરથી જીત્યા છે. પેટાચૂંટણી જીતવાથી કોંગ્રેસનું સત્તા કેન્દ્ર હોલી લોજમાં ફરી શિફ્ટ થવાની શક્યતા વધી ગઈ છે. પ્રતિભા સિંહની સાથે આ ચૂંટણીને તેમના પુત્ર વિક્રમાદિત્ય સિંહ માટે પણ જનમત સંગ્રહ સમાન ગણવામાં આવી રહી હતી. આ રીતે હિમાચલના રાજકારણમાં વીરભદ્ર સિંહના પરિવારની રાજકીય શક્તિ વધશે.
પેટાચૂંટણીમાં ભાજપની હારની સીધી અસર મુખ્યમંત્રી જયરામ ઠાકુરના રાજકીય કદ પર પડશે. સીએમ મંડી જિલ્લાના છે અને સમગ્ર પેટાચૂંટણી તેમના નેતૃત્વમાં લડવામાં આવી રહી હતી. એવું માનવામાં આવે છે કે સીએમની વિશ્વસનીયતાની સાથે તેમના રાજકીય ભવિષ્ય પર સંકટ વધુ ઘેરાયુ છે. ભાજપે તાજેતરમાં જે રીતે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓને બદલ્યા છે અને આવી સ્થિતિમાં હિમાચલની હારને કારણે જયરામ ઠાકુર માટે ખતરાની ઘંટડી છે. બીજી તરફ 2022 વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે સારા સંકેત છે અને પાર્ટી માટે માહોલ બનાવવાની તક મળી છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
