For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં ફરી ઉડી લોકડાઉનની ધજ્જિયાં, યમુના પુલ નીચે સેંકડો મજૂરો એકઠા થયા

દિલ્હીમાં ફરી ઉડી લોકડાઉનની ધજ્જિયાં, યમુના પુલ નીચે સેંકડો મજૂરો એકઠા થયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ યમુના ઘાટ પાસેના ફ્લાઈઓવર નીચે પ્રવાસી મજૂરોની ભીડ એકઠી થઈ ગઈ. લૉકડાઉન વચ્ચે હજારોની સંખ્યામાં મજૂરો એકઠા થયા હોવાનો મામલો સામે આવ્યો તો દિલ્હી સરકાર હરકતમાં આવી ગઈ. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકારે લૉકડાઉન દરમિયાન યમુના ઘાટ પર ખુલ્લામાં રહેતા લોકોને શિફ્ટ કરવાનો આદેશ આપ્યો છે, તેમના ભોજન અને આશ્રયની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

રહેવા અને ખાવાની વ્યવસ્થા કરાઈઃ કેજરીવાલ

રહેવા અને ખાવાની વ્યવસ્થા કરાઈઃ કેજરીવાલ

મોટી તાદાતમાં મજૂરો યમુના કિનારે એકઠા થયા હોવાના અહેવાલ આવ્યા બાદ સીએમ કેજરીવાલે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, યમુના ઘાટ પર મજૂર એકઠા થયા. તેમના માટે રહેવા અને ખાવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તેમને તરત શિફ્ટ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. રહેવા અને ખાવાની વ્યવસ્થામાં કોઈ કમી નથી.

દરેક ગરીબ સુધી સરકારી ઈંતેજામ પહોંચાડશુંઃ કેજરીવાલ

વધુ એક ટ્વીટ કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કોઈનેપણ કોઈ ભૂખ્યો કે બેઘર મળે તો અમને જરૂર જણાવજો. અમે દરરોજ 10 લાખ લોકોને ખાવાનું ખવળાવીએ છીએ, 75 લાખ લોકોને મફત રાશન આપ્યું. હજારો બેઘરો માટે છતનો ઈંતેજામ કર્યો. લોકો એટલા ગરીબ છે કે કોઈ લોકોને સરકારી ઈંતેજામની ખબર જ નથી પડતી. થેંક યૂ મીડિયા, આવા ગરીબો વિશે જણાવવા માટે. દરેક ગરીબ સુધી સરકારી ઈંતેજામ પહોંચાડશું.' ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાએ જાણકારી આપી કે મજૂરોને નાઈટ શેલ્ટર્સમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે અને અહીં જ મજૂરોના ભોજનની વ્યવસ્થા થશે.

દિલ્હીમાં કોરોનાના 1578 કેસ

દિલ્હીમાં કોરોનાના 1578 કેસ

મનિષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હીમાં જો કોઈ મજૂરને કોઈ સમસ્યા આવે છે તો દિલ્હી સરકાર તેનો પૂરો ખયાલ રાખશે. જણાવી દઈએ કે દિલ્હીમાં કોરોના વાયરસના મામલામાં વધારો યથાવત છે. રાજધાનીમાં બુધવારે સંક્રમિત દર્દીની સંખ્યા 1578 સુધી પહોંચી ગઈ. જો કે, બુધવારે નવા મામલાની સંખ્યામાં ઘટાડો આવ્યો છે અને માત્ર 17 કેસ સામે આવ્યા જ્યારે 2 લોકોના મોત થયાં છે. દિલ્હીમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 32 લોકોના મોત થયાં છે. રાજધાનીમાં નિજામુદ્દીન મરકજ સાથે જોડાયેલા હજારો મામલા પોઝિટિવ આવ્યા છે.

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 12000ને પાર, 170 શહેર કોવિડ-19 રેડ ઝોનમાંદેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 12000ને પાર, 170 શહેર કોવિડ-19 રેડ ઝોનમાં

English summary
CM Arvind Kejriwal says Delhi govt ordered shifting of migrants living under flyover near Yamuna Ghat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X