For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનઃ CM અશોક ગહેલોતે વિધાનસભામાં બહુમત સાબિત કર્યો

રાજસ્થાનની અશોક ગહેલોત સરકારે આજે(શુક્રવારે) રાજ્ય વિધાનસભમાં બહુમત સાબિત કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનની અશોક ગહેલોત સરકારે આજે(શુક્રવારે) રાજ્ય વિધાનસભમાં બહુમત સાબિત કરી દીધો છે. સરકાર તરફથી સંસદીય કાર્યમંત્રી શાંતિ ધારીવાલે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો. મુખ્યમંત્રી અશોક ગહેલોતના નેતૃત્વમાં રાજસ્થનની કોંગ્રેસ સરકારે રાજ્ય વિધાનસભામાં વિશ્વાસનો મત જીતી લીધો. આજે વિધાનસભા સત્રનો પહેલો દિવસ હતો.

21 ઓગસ્ટ માટે સંસદ સ્થગિત

21 ઓગસ્ટ માટે સંસદ સ્થગિત

કોંગ્રેસ તરફથી રાજસ્થાન વિધાનસભામાં વિશ્વાસ મત પ્રસ્તાવ પાસ કર્યો. સરકાર તરફથી સંસદીય કાર્યમંત્રી શાંતિ ધારીવાલે પ્રસ્તાવ રજૂ કર્યો. ધારીવાલે કહ્યુ કે કેન્દ્રની સરકારના ઈશારા પર મધ્ય પ્રદેશ, ગોવામાં પસંદ કરેલી સરકારને પાડી દીધી છે. ધન બળ તેમજ સત્તા બળથી સરકાર પાડવાનુ ષડયંત્ર રાજસ્થાનમાં સફળ નથી થઈ શક્યો. ત્યારબાદ મુખ્યમંત્રી અશોક ગહેલોતના નેતૃત્વમાં રાજસ્થાન સરકારે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પારિત કર્યો. આ સાથે જ 21 ઓગસ્ટ સુધી સંસદને સ્થગિત કરી દીધા છે.

જે અટકળો લગાવવામાં આવી રહી હતી તેમાં મળ્યો વિરામઃ સચિન પાયલટ

જે અટકળો લગાવવામાં આવી રહી હતી તેમાં મળ્યો વિરામઃ સચિન પાયલટ

સરકારનો વિશ્વાસ મત મેળવ્યા બાદ કોંગ્રેસ ધારાસભ્ય સચિન પાયલટે મીડિયાને કહ્યુ, આજે સંસદની અંદર વિશ્વાસ મતને બહુમતથી પાસ કરવામાં આવ્યો જે અટકલો લગાવવામાં આવી રહી હતી તેને વિરામ મળ્યો છે. એક મહિના સુધી કોંગ્રેસથી નારાજ થઈને 18 ધારાસભ્યો સાથે રાજસ્થાનથી બહાર રહેલા સચિને કહ્યુ કે પહેલા હું સરકારનો હિસ્સો હતો આજે નથી પરંતુ અહીં કોણ ક્યાં બેસે છે એ મહત્વપૂર્ણ નથી લોકોના દિલ અને દિમાગમાં શું વધુ મહત્વપૂર્ણ છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી હું આ રાજ્ય માટે સમર્પિત છુ.

ભાજપ અમારી સરકારને પાડી નહિ શકેઃ ગહેલોત

ભાજપ અમારી સરકારને પાડી નહિ શકેઃ ગહેલોત

અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સીએમ અશોક ગહેલોતે કહ્યુ કે વિપક્ષને કહેવા ઈચ્છીશ કે તમે ગમે તેટલી કોશિશ કરી લો. હું રાજસ્થાનની સરકારને પડવા નહિ દઉ. ગહેલોતે કહ્યુ હું 50 વર્ષથી રાજકારણમાં છુ, હું આજે લોકતંત્રને લઈને ચિંતિત છુ. શું ઈડી, સીબીઆઈ અને આવકવેરા વિભાગ જેવી એજન્સીઓના દેશમાં દૂરુપયોગ નથી થઈ રહ્યો? જ્યારે તમે ટેલીફોન પર વાતચીત કરો તો તમે બીજા વ્યક્તિને ફેસટાઈમ અને વૉટ્સએપ પર જોડાવા માટે નથી કહેતા. રાજસ્થાનમાં ફોન ટેપિંગની પરંપરા નથી રહી. તમારી પાર્ટી અને તમારા હાઈકમાન્ડનુ ષડયંત્ર હતુ, સરકાર પાડવાનુ ષડયંત્ર હતુ. આખા દેશમાં નાચ ચાલ્યો. દેશમાં લોકતંત્ર ખતરામાં, માત્ર બે લોકો રાજ કરી રહ્યા છે.

સ્વતંત્રતા દિવસ પર 215 પોલિસકર્મીઓને વીરતા પુરસ્કારસ્વતંત્રતા દિવસ પર 215 પોલિસકર્મીઓને વીરતા પુરસ્કાર

English summary
CM Ashok Gehlot led Rajasthan Govt wins vote of confidence in the State Assembly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X