પંજાબ CM બોલ્યા, અમારા અનાજ ઉત્પાદન પર ગર્વ કરે છે દેશ, 75 લાખ હેક્ટર જમીન પર લહેરાયો પાક
પંજાબને ભારતનું કોઠાર પણ કહેવાય છે. દેશનું સૌથી વધુ અનાજ પણ પંજાબમાં જ ઉગે છે. આ બાબતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, દેશ આ વાત પર ગર્વ કરે છે કે, પંજાબમાં સૌથી વધુ અનાજની ખેતી કરવામાં આવે છે.
પંજાબને ભારતનું કોઠાર પણ કહેવાય છે. દેશનું સૌથી વધુ અનાજ પણ પંજાબમાં જ ઉગે છે. આ બાબતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, દેશ આ વાત પર ગર્વ કરે છે કે, પંજાબમાં સૌથી વધુ અનાજની ખેતી કરવામાં આવે છે. પંજાબમાં ખેડૂત 75 લાખ હેક્ટર પર અનાજની ખેતી કરે છે. જોકે, આપણે એ ભૂલી જવી છીએ કે, આ સાથે પરાળીનું ઉત્પાદન પણ વધ્યું છે. એક અંદાજ મુજબ 40 લાખ હેક્ટર જમીન પર પરાળી સળગાવી દેવામાં આવે છે. બાકીના ખેડૂતો આવી પ્રથાથી દુર રહે છે, જેનાથી પર્યાવરણને નુકસાન થાય.

પંજાબ સરકાર બહુપક્ષીય વ્યૂહરચના પર કામ કરી રહી છે
પંજાબના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સંગરુર ખાતે બાયો ગેસ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપ્યો છે અને રાજ્યભરમાં આવા વધુ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. રાજ્ય સરકાર પંજાબને પરાળી સળગાવવાની સમસ્યાથી મુક્ત કરવામાં કોઈ કસર છોડશે નહીં. આવતા વર્ષ સુધીમાં પરાળી સળગાવવાની ઘટનાઓ બંધ થઈ જશે. શુક્રવારના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, પંજાબ સરકાર બહુપક્ષીય વ્યૂહરચના પર કામ કરી રહી છે.
રાજ્ય સરકારે 1.20 લાખ મશીન ખેડૂતોને સ્ટબલ મેનેજમેન્ટ માટે આપ્યા
આ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 1.20 લાખ મશીન ખેડૂતોને સ્ટબલ મેનેજમેન્ટ માટે આપ્યા છે. આ સમગ્ર ઉત્તર ભારતની સમસ્યા છે. કેન્દ્ર સરકારે તમામ અસરગ્રસ્ત રાજ્યોમાં તેના સંયુક્ત ઉકેલ માટે હસ્તક્ષેપ કરવો જોઈએ.
આ ઉપરાંત ભગવંત માને જણાવ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોને પાક વૈવિધ્યતા અપનાવવા પ્રોત્સાહિત કરી રહી છે. કેન્દ્ર સરકારે આ પાક માટે ખેડૂતોને વળતરયુક્ત એમએસપી આપવી જોઈએ. આનાથી ખેડૂતોને વૈકલ્પિક પાક અપનાવવા પ્રોત્સાહિત થશે અને આ સમસ્યાને ઉકેલવામાં મદદ મળશે.
જો કેન્દ્ર આનો ઉકેલ લાવે તો ખેડૂતો ક્યારેય ડાંગરનો ભુસું બાળશે નહીં
મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, ખેડૂતોને ડાંગરની કાપણી અને ઘઉંની વાવણી વચ્ચે 10-12 દિવસનો સમય મળે છે. કોઈ સક્ષમ વિકલ્પની ગેરહાજરીમાં, ખેડૂતો સમસ્યાના ઉકેલ માટે સળગાવવાના એક માત્ર વિકલ્પ પર નિર્ભર છે. જો કેન્દ્ર આનો ઉકેલ લાવે તો ખેડૂતો ક્યારેય ડાંગરનો ભુસું બાળશે નહીં.












Click it and Unblock the Notifications
