પંજાબની જવાનીને નશાથી બરબાદ કરનારા સામે થશે કડક કાનૂની કાર્યવાહીઃ સીએમ ભગવંત માન
ડ્રગ્સને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, ભૂતકાળમાં હાઈકોર્ટ દ્વારા ખોલવામાં આવેલા 3 પરબિડીયાઓ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પાસે પહોંચ્યા છે. આ સંદર્ભે સીએમ માને પણ ટ્વીટ કર્યુ છે.
આ ટ્વીટમાં તેમણે કહ્યુ હતુ કે, 'પંજાબમાં ડ્રગ કેસને લગતા ઘણા વર્ષોથી બંધ પડેલા માનનીય હાઈકોર્ટ દ્વારા ખોલવામાં આવેલા 3 પરબિડીયાઓ સરકાર સુધી પહોંચી ગયા છે. જે લોકો પંજાબની જવાનીને નશાથી બરબાદ કરી રહ્યા છે તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.'

સીએમ માને કહ્યુ કે હાઈકોર્ટ દ્વારા મોકલવામાં આવેલા એન્વલપ્સ પહોંચી ગયા છે, આમાં જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે ઘણા સમયથી સીલબંધ રિપોર્ટ ખોલી દેવામાં આવ્યો છે. હવે જોવાનુ એ રહેશે કે સીએમ ભગવંત માને આ સીલબંધ રિપોર્ટમાં રહેલ નામોને સાર્વજનિક કરશે કે સીધી કાર્યવાહી કરશે.












Click it and Unblock the Notifications
