
હૈદરાબાદ રેપ-મર્ડર કેસઃ CMનું વિવાદિત નિવેદન, મહિલા કર્મચારીઓ માટે કહી આ વાત
હૈદરાબાદઃ તેલંગાણાના હૈદરાબાદમાં ડૉક્ટર મહિલા સાથે થયેલ દુષ્કર્મ બાદ હત્યા મામલે હવે મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે ટિપ્પણી કરી છે. તેમણે એક વિવાદિત નિવેદન આપતા કહ્યું કે આરટીસી (રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન)ની મહિલા કર્મચારીઓને રાત્રે ડ્યૂટી પર ના રાખવી જોઈએ. કેઆરસીએ તેલુગુમાં કહ્યું કે, 'ગત દિવસોમાં એક મહિલા ડૉક્ટરને મારી નાખી. શું તે માણસો છે? તેઓ જાનવર છે.. માટે હું કહી રહ્યો છું કે આરટીસીની મહિલા કર્મચારીઓને રાત્રે ડ્યૂટી પર ના રાખવી જોઈએ.'

મહિલા સુરક્ષા માટે શું કહ્યું
કર્મચારીઓએ હાલમાં જ પોતાની 55 દિવસની હડતાળ ખતમ કરી છે. ત્યારે સીએમે નાઈટ શિફ્ટ પર ના લગાવવાની વાત તેમની સુરક્ષા માટે કહી છે. જો કે આઈટી ક્ષેત્ર સહિત કેટલાય ક્ષેત્રોમાં મહિલા કર્મચારી હંમેશા કહે છે કે નાઈટ શિફ્ટથી હટાવવા પર તેમના માટે કાર્યસ્થળે અવસરોની કમી થઈ જાય છે.

ત્રણ દિવસ બાદ પ્રતિક્રિયા આપી
જ્યાં હૈદરાબાદની ઘટનાથી આખો દેશ ગુસ્સામાં છે, ત્યારે આ મામલે રાજ્યના મુખ્યમંત્રીએ ત્રણ દિવસ બાદ ચુપ્પી તોડી છે. મુખ્યમંત્રી કાર્યાલયની એક જાહેરાત મુજબ રાવે અધિકારીઓને નિર્દેશ આપ્યો કે આ મામલે જલદી જ સુનાવણી થાય અને અપરાધીઓને આકરી સજા આપવી જોઈએ. તેમણે આ મામલાના નિપટારા માટે ત્વરિત અદાલત ગઠિત કરવાનો પણ ફેસલો કર્યો છે. તેમણે કહ્યું કે આ મામલે જલદી જ ફેસલો આવવો જોઈએ.

શું છે સમગ્ર મામલો?
જણાવી દઈએ કે હૈદરાબાદમાં એક હાઈવે બ્રિઝ નીચે મહિલા ડૉક્ટરની સળગેલી હાલતમા લાશ મળી હતી. પીડિતાના પરિજનોનું કહેવું છે કે રસ્તામાં તેની સ્કૂટી ખરાબ થઈ ગઈ હતી અને કેટલાક લોકોએ તેને મદદ ઑફર કરી. ત્યારે મહિલા ડૉક્ટરે પોતાની બહેનને ફોન કરી આ અંગે જાણ કરી હતી. બાદમાં અચાનક તેનો ફોન બંદ થઈ ગયો. જેના બીજા દિવસે એટલે કે ફોન કર્યાના લગભગ 9 કલાક બાદ સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે. ચારેય આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે.
હૈદરાબાદ રેપ હત્યાઃ ડૉક્ટર જ નહિ તેલંગાનામાં 1 મહિનામાં આનાથી પણ વધુ હેવાનિયત