દિલ્હીમાં CM કેજરીવાલે 11 ઇ-સ્ટેશન શરૂ કર્યા, વાહન ચલાવવું થયું સસ્તું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 18 ઓકટોબરના રોજ વધુ 11 ઇલેક્ટ્રોનિક ચાર્જિગ સ્ટેશનનું ઉદ્ધાટન કર્યું હતું. આ ચાર્જિગ સ્ટેશનમાં બેટરી સ્વેપિંગ પોઇન્ટ પણ છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 18 ઓકટોબરના રોજ વધુ 11 ઇલેક્ટ્રોનિક ચાર્જિગ સ્ટેશનનું ઉદ્ધાટન કર્યું હતું. આ ચાર્જિગ સ્ટેશનમાં બેટરી સ્વેપિંગ પોઇન્ટ પણ છે. આ દરમિયાન મુખ્યમંત્રી કેજરીવાલે લોકોને સંબોધિત કરતા સમયે જણાવ્યું હતું કે, ઓગષ્ટ 2020માં આપ સરકારે ઇલેક્ટ્રોનિક પોલિસી રજૂ કરી હતી.

CM Kejriwal

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, અમે 2024 સુધીમાં લક્ષ્યાંક રાખ્યો હતો કે, દિલ્હીમાં જેટલા નવા વાહનો માર્કેટમાં આવશે, તેમાંથી 25 ટકા સુધી ઇલેક્ટ્રોનિક્સ થવા જોઇએ. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજે 18 ઓકટોબરના રોજ અને 10 ટકા ટાર્ગેટ હાંસલ કર્યો છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં 70 ટકા ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી કરવામાં આવી છે.

આ દરમિયાન મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું છે કે, દિલ્હીમાં 2900 પોઈન્ટ છે અને 250 પોઈન્ટ સ્વેપ કરી રહ્યું છે. જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે.

CMએ જણાવ્યું હતું કે, લોકોને સુવિધા મળી રહે તે માટે આ પોઈન્ટ જાહેર સ્થળોએ મૂકવામાં આવ્યા છે. આજે અમે એકસાથે 11 ઈ-ચાર્જિંગ સ્ટેશન લોન્ચ કર્યા છે. આ 11 ઈ-ચાર્જિંગ સ્ટેશનોમાંથી 73 ચાર્જિંગ પોઈન્ટ અને 12 સ્વેપિંગ સ્ટેશનના છે.

આ દરમિયાન વધુમાં માહિતી આપતા કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હીમાં આગામી બે મહિનામાં લગભગ 100 વધુ EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે. આ 100 EV ચાર્જિંગ સ્ટેશનમાં 900 ચાર્જિંગ પોઈન્ટ અને 103 સ્વેપિંગ સ્ટેશન હશે. તે આગામી બે મહિનામાં તૈયાર થઈ જશે.

આ દરમિયાન તેમણે જણાવ્યું છે કે, દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરવો કેટલું સાર્થક રહેશે. તેમણે ટ્વીટ કરીને આ સસ્તા પ્લાન વિશે જાણકારી આપી છે.

જાણો કેટલા પૈસા ખર્ચ થશે

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હીમાં 11 ઈ-ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે. આ એક અદ્ભુત મોડેલ પર આધારિત છે. અહીં ચાર્જ કરીને વાહન ચલાવવું ખૂબ જ સસ્તું પડશે. આજે દિલ્હીએ વિશ્વને સૌથી વધુ આર્થિક મોડલ આપ્યું છે. ટુ-વ્હીલરની કિંમત 7 પૈસા પ્રતિ કિલોમીટર હશે. તો આવા સમયે થ્રી-વ્હીલર પર 8 પૈસા અને કાર પર 33 પૈસા પ્રતિ કિલોમીટર આવશે.

મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યા ફાયદા

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે, પેટ્રોલ સ્કૂટરની કિંમત લગભગ 2 રૂપિયા પ્રતિ કિલોમીટર છે, પરંતુ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત માત્ર 7 પૈસા પ્રતિ કિલોમીટર છે. આવા સમયે, થ્રી વ્હીલરની કિંમત 8 પૈસા પ્રતિ કિલોમીટર હશે અને કાર પર આ કિંમત 33 પૈસા પ્રતિ કિલોમીટર સુધી પહોંચી જશે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પર પણ સબસિડી મળે છે. આ સબસિડી ઈલેક્ટ્રિક સ્કૂટરથી લઈને ઈલેક્ટ્રિક કાર સુધીની દરેક વાહન પર ઉપલબ્ધ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X