દિલ્લીમાં કોરોના પર કેન્દ્રનુ અનુમાન ખોટુઃ સીએમ અરવિંદ કેજરીવાલ
દિલ્લીમાં કોરોના વાયરસની સ્થિતિ વિશે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક વાર ફરીથી મીડિયા સાથે વાત કરી.
કોરોના વાયરસના કારણે દિલ્લીના લોકોમાં ભયનો માહોલ છે. તમને જણાવી દઈએ કે રાજધાનીમાં સંક્રમિતોનો આંકડો 90 હજારની નજીક પહોંચી ગયો છે. દિલ્લીમાં કોરોના વાયરસની સ્થિતિ વિશે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક વાર ફરીથી મીડિયા સાથે વાત કરી. સીએમ કેજરીવાલે કહ્યુ કે કેન્દ્ર સરકારની વેબસાઈટ મુજબ દિલ્લીમાં 30 જૂન સુધી કોરોનાના 1 લાખ કેસ અને લગભગ 60,000 સક્રિય કેસ હોવાનુ અનુમાન હતુ. દિલ્લીમાં આજે(1 જુલાઈ) કોરોના વાયરસના માત્ર 26,000 સક્રિય કેસ છે.

સીએમ કેજરીવાલે આગળ જણાવ્યુ કે અત્યારે દિલ્લીની હોસ્પિટલોમાં કોરોના વાયરસના 5800 દર્દી છે. એક સપ્તાહ પહેલા 6250 દર્દી હતા. દિલ્લીમાં દર્દીઓની સંખ્યા વધવાના બદલે ઘટી રહી છે. અત્યાર સુધી દિલ્લીમાં કોરોનાના કુલ 87000 કેસ આવ્યા છે જેમાં 58000 દર્દી રિકવર થઈ ગયા છે. સીએમ કેજરીવાલે આગળ કહ્યુ કે 23 જૂને દિલ્લીમાં કોરોના વાયરસના લગભગ 4000 કેસ આવ્યા હતા, કાલે લગભગ 2200 કેસ સામે આવ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોના વાયરસના રોજ આવતા કેસ અડધા જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે દિલ્લીમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર અત્યાર સુધી કુલ 87360 કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે જ્યારે 2742 લોકોના મોત થયા છે. જો કે રાહતના સમાચાર એ છે કે રાજધાનીમાં કોરોનાથી રિકવર થતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. દિલ્લીમાં કોરોના વાયરસ સંક્રમણમાંથી રિકવર થવાનો દર 29 જૂને 66.03 ટકા સુધી પહોંચી ગયો, જે રાષ્ટ્રીય સરેરાશ 58.67 ટકાથી વધુ છે.
અધિકૃત આંકડાઓથી મળેલી માહિતી મુજબ દિલ્લીમાં જૂનમાં સંક્રમણ વધ્યુ છે. આ દરમિયાન રાજ્યમાં 64 હજારથી વધુ કેસ સામે આવ્યા જ્યારે 47,357 લોકો રિકવર થયા બાદ રજા મળી ગઈ અથવા તે દિલ્લીમાંથી જતા રહ્યા. રાહતના સમાચાર એ છે કે દિલ્લીમાં કોરોના વાયરસ રિકવર થવાનો દર ધીમે ધીમે વધી રહ્યો છે. રિપોર્ટ અનુસાર 19 જૂને દિલ્લીમાં રોગીઓના રિકવર થવાનો દર 44.37 ટકા હતો.












Click it and Unblock the Notifications
