For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરનાલ રેલી બાદ બોલ્યા સીએમ ખટ્ટર, કોઈપણ કિંમતે કૃષિ કાનૂન પરત નહી ખેંચે

કરનાલ રેલી બાદ બોલ્યા સીએમ ખટ્ટર, કોઈપણ કિંમતે કૃષિ કાનૂન પરત નહી ખેંચે

|
Google Oneindia Gujarati News

હરિયાણાના કરનાલમાં ખેડૂતોના વિરોધને પગલે પોતાની રેલ રદ્દ કરવા મજબૂર થયેલ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે વિપક્ષ પર પલટવાર કરતાં પ્રદેશમાં કાનૂન વ્યવસ્થા બગાડવાનો આરોપ લગાવ્યો છે. મનોહર લાલ ખટ્ટરે પોતાની રેલી રદ્દ થયા બાદ પ્રેસ કોન્ફ્રેન્સ કરતાં કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ અને કિસાન સંગઠનના નેતા ગુરનામ સિંહ ચઢૂની પ્રદેશની જનતાને કાનૂન વ્યવસ્થા બગાડવા માટે ઉકસાવી રહ્યા છે. ખટ્ટરે કહ્યું કે આ લોકો સારી રીતે સમજી લે કે કેન્દ્ર સરકાર નવા કૃષિ કાનૂનોમાં સંશોધન માટે તૈયાર છે, પરંતુ કાયદા પરત નહિ લેવાય.

CM Khattar

કરનાલ રેલી રદ્દ થયા બાદ ચંદીગઢમાં આયોજિત પ્રેસ કોન્ફ્રેન્સમાં સીએમ મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, નવા કૃષિ કાયદા સંપૂર્ણપણે ખેડૂતોના હિતમાં છે અને કેન્દ્ર સરકાર તે પરત નહિ ખેંચે. આ વાત એકદમ નિશ્ચિત છે. આમાં ભલે રાજ્ય સરકારોને છૂટ આપવામાં આવે, પરંતુ ત્યારે પણ આ કાયદાઓમાં માત્ર સંશોધન જ થશે. જો કૃષિ કાયદાના કેટલાક પ્રાવધાનોને લઈ ખેડૂતોને વાંધો હોય તો તેને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. પરંતુ મને નથી લાગતું કે સરકારે આ કાનૂન પરત લેવા જઈ રહી છે. મને પૂરી ઉમ્મીદ છે કે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલી રહેલી વાતચીત સાચી દિશામાં જઈ રહી છે અને માટે બેઠકની આગલી તારીખ નક્કી કરવામાં આવી છે.

મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે સરકાર તરફથી જ્યારે પણ કોઈ નવી યોજના બનાવવામાં આવે છે તો તેના સકારાત્મક પરિણામ આવવામાં થોડો સમય લાગે છે. આપણે થોડા સમયનો ઈંતેજાર કરવો જોઈએ, જો છતાં પણ કૃષિ કાનૂનમાં કોઈ કમીઓ રહે છે તો આપણે સરકાર પાસે જઈ શકીએ છીએ. મારું માનવું છે કે કૃષિ કાનૂનોમાં કોઈ પ્રકારનો કોઈ વાંધો નથી. મંડીઓની વ્યવસ્થા છે, એમએસપીની પણ વ્યવસ્થા છે અને આગળ પણ ચાલુ રહેશે. ખેડૂતોને બસ વિકલ્પ આપવામાં આવ્યા છે કે તેઓ પોતાના પાકને ગમે ત્યાં વેચી શકે છે.

Bhandara Hospital Fire: હોસ્પિટલમાં 10 બાળકોના મોત પર ભાજપે આજે ભંડારા બંધનુ કર્યુ આહવાનBhandara Hospital Fire: હોસ્પિટલમાં 10 બાળકોના મોત પર ભાજપે આજે ભંડારા બંધનુ કર્યુ આહવાન

English summary
CM Khattar speaks after Karnal rally, will not withdraw agriculture law at any cost
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X