For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબના મુદ્દે CM માને કરી ગૃહ મંત્રી સાથે બેઠક, જાણો મુખ્ય મુદ્દા

દેશની રાજધાની દિલ્હીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે એક બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

|
Google Oneindia Gujarati News

દેશની રાજધાની દિલ્હીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે એક બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેમાં મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, આ મુલાકાત દરમિયાન આરડીએફના મુદ્દા પર વાતચીત કરી હતી. મુખ્યમંત્રી ભાગવંત માને અમિત શાહ સાથે બોર્ડર પર ખેતી કરવા મામલે પણ ચર્ચા કરી છે.

CM Mann

મુખ્યમંત્રી ભાગવંત માને જણાવ્યું હતું કે, સરહદ પર કાંટાળી તારનું અંતર ઘટાડવાની માંગ કરી હતી. જ્યારે ખેડૂતો ખેતી કરવા જાય છે, ત્યારે બોર્ડર પર તેમનું આઈડી કાર્ડ બતાવવાનું હોય છે, ત્યારબાદ તેમને બીએસએફ સાથે ખેતરોમાં જવું પડે છે. આ બાબતમાં ઘણો સમય વેડફાય છે. બોર્ડર પરનું ખેતર 200 મીટરની ત્રિજ્યામાં હોવું જોઈએ જેથી કોઈ ખેડૂતને કોઈ મુશ્કેલી ન પડે.

પંચાબના મુખ્યમંત્રી ભાગવંત માને જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ મુદ્દાને ટૂંક સમયમાં ઉકેલી લેવાનું આશ્વાસન આપ્યું છે. આ કામ હાલમાં ભટિંડામાં ચાલી રહ્યું છે, જો સફળ થશે, તો તેને સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે. આ દરમિયાન પોલીસને હાઈટેક બનાવવાની પણ ચર્ચા થઈ હતી.

બેઠક બાદ ભગવંત માન મીડિયાને જણાવ્યું કે, 9 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત થઈ હતી, કારણ કે પંજાબ સરહદી રાજ્ય છે. અમે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી અને સરહદ વાડને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે આ તમામ મુદ્દાઓને ઉકેલવાની ખાતરી આપી અને અમારી બેઠક ફળદાયી રહી છે.

English summary
CM Mann hold meeting with Home Minister amit shah on Punjab issue
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X