પંજાબમાં રોકાણ કરવા CM માને ઉદ્યોગપતિઓ આમંત્રણ આપ્યુ
મુખ્યમંત્રી ભગવંત માને ત્રણ કરોડ પંજાબીઓના પરિવારમાં જોડાવા માટે ઉદ્યોગપતિઓને આવકાર્યા છે અને રાજ્યના સામાજિક-આર્થિક વિકાસમાં ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું છે.
મોહાલી : પંજાબના મોહાલીમાં બે દિવસીય પંજાબ ઈન્વેસ્ટર્સ સમિટની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભગવંત માન પંજાબમાં રોકાણને પ્રોત્સાહન આપવાની અપીલ સાથે કોન્ફરન્સને ખુલ્લી મુકી હતી. સીએમ ભગવંત માને કોન્ફરન્સનો હવાલો સંભાળી કંપનીઓને પંજાબમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરી છે.

મુખ્યમંત્રી ભગવંત માને ત્રણ કરોડ પંજાબીઓના પરિવારમાં જોડાવા માટે ઉદ્યોગપતિઓને આવકાર્યા છે અને રાજ્યના સામાજિક-આર્થિક વિકાસમાં ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું છે.
5મી પ્રોગ્રેસિવ પંજાબ ઈન્વેસ્ટર્સ સમિટના ઉદઘાટન સત્ર દરમિયાન ઉદ્યોગપતિઓને સંબોધતા મુખ્યમંત્રીએ સ્વાગત કર્યું અને કહ્યું કે આજે તેમની વચ્ચે પ્રતિષ્ઠિત વ્યાપારી હસ્તીઓ જોઈને તેઓ ખુશ છે.
મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, પંજાબ દેશમાં રોકાણનું શ્રેષ્ઠ સ્થળ છે અને ઉદ્યોગપતિઓને સુવિધા આપવા માટે કોઈ કસર બાકી રખાશે નહીં. ભગવંત માને પંજાબને દેશનું ઔદ્યોગિક હબ બનાવવા માટે રાજ્ય સરકાર અને ઉદ્યોગપતિઓ વચ્ચે મજબૂત ભાગીદારીની આશા વ્યક્ત કરી છે.












Click it and Unblock the Notifications
