For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમી ઓરિસ્સા વિકાસ પરિષદ થયુ બમણુ, CM નવીન પટનાયકે જાહેર કર્યા 200 કરોડ રૂપિયા

મુખ્યમંત્રી નવીન પટનાયકે મંગળવારે પશ્ચિમી ઓરિસ્સા વિકાસ પરિષદની બજેટ ફાળવણીને બમણી કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

ભુવનેશ્વરઃ મુખ્યમંત્રી નવીન પટનાયકે મંગળવારે પશ્ચિમી ઓરિસ્સા વિકાસ પરિષદની બજેટ ફાળવણીને બમણી કરી દીધી છે. મુખ્યમંત્રીએ પરિષદ માટે 200 કરોડ રૂપિયાનુ બજેટ જાહેર કર્યુ છે. મુખ્યમંત્રીએ સોમવારે WODCના કામકાજની સમીક્ષા કરીને બજેટની ફાળવણી વધારવાનો નિર્ણય કર્યો. તમને જણાવી દઈએ કે 2020-21માં ઓરિસ્સા વિકાસ પરિષદનુ બજેટ 100 કરોડ રૂપિયા હતુ.

Naveen patnaik

3 કરોડ રૂપિયા સાથે થઈ હતી ઓરિસ્સા વિકાસ પરિષદની શરૂઆત

તમને જણાવી દઈએ કે પશ્ચિમી ઓરિસ્સા વિકાસ પરિષદ 1998માં બન્યુ હતુ. એ વખતે 3 કરોડ રૂપિયાના બજેટ સાથે આની શરૂઆત થઈ હતી. બાદમાં 2020-21 સુધી આ રકમ વધારીને 100 કરોડ રૂપિયા કરી દેવામાં આવી. આ પહેલા રાજ્ય સરકારે પૂર્વ મુખ્ય સચિવ એ કે ત્રિપાઠીને WODCના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા જેમાં દસ પશ્ચિમી ઓરિસ્સા જિલ્લા અને અંગુલ જિલ્લાના એક ઉપ દ્વિસંયોજન શામેલ છે. તેઓ નિગમના પહેલા બિન રાજકીય પ્રભારી છે.

પટનાયકે પશ્ચિમી ઓરિસ્સાના લોકોની સુવિધા માટે બધા 10 જિલ્લાઓમાં WODC કાર્યાલય અને અંગુલ જિલ્લાના અથમાલિકમાં પણ ખોલવાના આદેશ આપ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ સંબંધિત જિલ્લા પ્રશાસન આ પ્રયાસમાં WODCનુ સમર્થન કરશે.

દેશમાં કોરોનાના 11610 નવા દર્દી, 90 હજાર લોકોએ મૂકાવી રસીદેશમાં કોરોનાના 11610 નવા દર્દી, 90 હજાર લોકોએ મૂકાવી રસી

English summary
CM Naveen patnaik allocate 200 crore rupees for Western Odisha Development Council.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X