આ નવુ અયોધ્યા છે, આવતા વર્ષે રામ આવવાના છેઃ ભાજપની રેલીમાં સીએમ યોગી આદિત્યનાથ
Yogi Adityanath in BJP Rally: મોદી સરકારે 9 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાસભાનું આયોજન કર્યું હતું. આ મહાસભા ઉત્તર પ્રદેશમાં મહાત્મા ભરતના તપસ્યા સ્થળ ભારત કુંડમાં આવેલી છે.
આ બેઠકનું આયોજન 15 જૂન 2023ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં સીએમ યોગી આદિત્યનાથે ભાગ લીધો હતો. બેઠક દરમિયાન સીએમ આદિત્યનાથે કહ્યું કે "આ નવુ અયોધ્યા છે. આવતા વર્ષે આપણા રામ આવવાના છે. તે પોતાના મંદિરમાં બેસવાના છે. તેમની તૈયારી દીપોત્સવથી શરૂ થવી જોઈએ".

સીએમ યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું કે આ અયોધ્યા પહેલા જેવુ નથી. આ અયોધ્યા નવુ છે. આ વખતે અયોધ્યાના દીપોત્સવમાં 21 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. આ સાથે તેમણે લોકોને તેમના ઘરોમાં દીવાઓ પ્રગટાવીને દીપોત્સવનો ભાગ બનવા આહ્વાન કર્યુ હતું.
તેમણે કહ્યું કે આવતા વર્ષે રામલલા પોતાના મંદિરમાં બેસવા જઈ રહ્યા છે જેના માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવી પડશે. તેઓ એમ પણ કહે છે કે અયોધ્યા વિશ્વના સૌથી સુંદર શહેર તરીકે જ રહેશે.












Click it and Unblock the Notifications
