UP Nagarpalika Election 2023: CM યોગીએ કહ્યુ - ચૂંટણીમાં સફળતા માટે સંગઠન-સરકારમાં સારો તાલમેલ જરુરી

UP Nagar Nigam Election 2023: ઉત્તર પ્રદેશમાં નગરપાલિકાની ચૂંટણીનુ બ્યૂગલ વાગી ગયા બાદ સોમવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બધા મંત્રીઓ સાથે બેઠક કરી. તેમણે મંત્રીઓને કહ્યુ કે નગરપાલિકાનુ ચૂંટણીમાં સંગઠન અને સરકાર વચ્ચે ઉત્કૃષ્ટ સમન્વય હોવો જોઈએ.

તેમણે ચૂંટણીમાં પ્રભારી મંત્રીઓની ભૂમિકાને પણ રેખાંકિત કરી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આવસ પર થયેલી બેઠકમાં સીએમે કહ્યુ કે નગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવવા માટે સંગઠન અને સરકારે એક થવુ પડશે. પાર્ટી સંગઠન અને સરકારમાં સારો તાલમેલ હોવો ખૂબ જ જરૂરી છે. ક્યાંય કોઈ સંવાદહીનતા ના હોવી જોઈએ.

yogi adityanath

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યુ કે ચૂંટણીમાં વધુ સમય નથી, માટે બધાએ એક થવુ પડશે. ભાજપે બધા વર્ગોના લોકો માટે કોઈ ભેદભાવ વિના કામ કર્યુ છે. માટે આપણે પોતાના કાર્યો અને ઉપલબ્ધિઓના લેખા-જોખા લઈને પૂરી તૈયારી સાથે બધા વર્ગો પાસે પહોંચીએ. સીએમ યોગીએ ચૂંટણીમાં સામાજિક સંતુલનનુ પણ ધ્યાન રાખવાની સલાહ આપી.

સીએમ યોગીએ કહ્યુ કે બધા જિલ્લાઓમાં પ્રભારી મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રભારવાળા જિલ્લાઓમાં પાર્ટીની ચૂંટણી તૈયારીઓ માટે અને ચૂંટણી વ્યવસ્થાપનમાં પ્રભારી મંત્રીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી પડશે. પ્રભારી મંત્રી જિલ્લા કોર કમિટીની બેઠકમાં હાજર રહે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X