For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAA વિરોધ અંગે રાજ્યપાલ આનંદીબેન સાથે સીએમ યોગીએ કરી મુલાકાત કહ્યુ ઉપદ્રવીઓ પર થશે કાર્યવાહી

નાગરિકતા સુધારા કાયદો (સીએએ) અને એનઆરસી વિશે ઉત્તરપ્રદેશમાં મચેલા હોબાળા વચ્ચે શનિવારે યુપીના સીએમ યોગી આદિત્યનાથે રાજ્યપાલ આનંદીબેન સાથે મુલાકાત કરી.

|
Google Oneindia Gujarati News

નાગરિકતા સુધારા કાયદો (સીએએ) અને એનઆરસી વિશે ઉત્તરપ્રદેશમાં મચેલા હોબાળા વચ્ચે શનિવારે યુપીના સીએમ યોગી આદિત્યનાથે રાજ્યપાલ આનંદીબેન સાથે મુલાકાત કરી. યુપીમાં હિંસક પ્રદર્શન વચ્ચે થયેલી મુલાકાત ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. મુલાકાત બાદ સીએમ યોગી આદિત્યનાથે એક વાર ફરીથી કહ્યુ કે ઉપદ્રવીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને સાર્વજનિક સંપત્તિને નુકશાન પહોંચાડવા પર ઉપદ્રવીઓને ચિન્હિત કરીને તેમની સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે.

cm yogi

સીએમ યોગી આદિત્યનાથે કરી આ અપીલ

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યવાસીઓને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. સાથે જ અફવાઓમાં ન પડે અને ઉપદ્રવી તત્વોની ઉશ્કેરણીમાં પણ આવે. તેમણે પોલિસ પ્રશાસને નાગરિકતા કાયદા પર અફવા ફેલાવીને લોકોને ગુમરાહ કરવા અને હિંસા ફેલાવનારા તત્વોને શોધવાના નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યુ, 'જ્યાં પણ સાર્વજનિક સંપત્તિનો ઉપદ્રવીઓએ નુકશાન પહોંચાડ્યુ છે તે સંપત્તિની ભરપાઈ, વીડિયો ફૂટેજ તથા અન્ય પૂરતા પ્રમાણોના આધારે ચિન્હિત કરવામાં આવી રહેલ ઉપદ્રવીઓની સંપત્તિને જપ્ત કરવામાં આવે.'

હિંસક પ્રદર્શનમાં થયા 12 લોકોના મોત

લેટેસ્ટ માહિતી મુજબ નાગરિકતા સુધારા કાયદા માટે થયેલા હિંસક પ્રદર્શનમાં લગભગ 10 લોકોના મોત નીપજ્યા છે. ફિરોજાબાદમાં 2, કાનપુરમાં 2, બિજનૌરમાં 2, સંભલમાં 2, મેરઠમાં 2, રામપુરમાં 1 અને લખનઉમાં 1 વ્યક્તિનુ મોત થયુ છે. વળી, રાજ્યમાં થયેલા હિંસક પ્રદર્શન બાદ યુપી પોલિસ પણ એક્શનમાં જોવા મળી. પોલિસે રાજ્યમાં લગભગ 3500 લોકો સામે કેસ નોંધ્યો છે. વળી, 667 લોકોની ધરપકડ કરી છે. યુપી પોલિસના ડીજીપી ઓપી સિંહે જણાવ્યુ કે લખનઉમાં 218 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

<br>આ પણ વાંચોઃ ભૂકંપ સમયે કેવી રીતે રહેવુ સુરક્ષિત, જાણો બચવાના મહત્વના ઉપાય
આ પણ વાંચોઃ ભૂકંપ સમયે કેવી રીતે રહેવુ સુરક્ષિત, જાણો બચવાના મહત્વના ઉપાય

English summary
CM yogi Adityanath meets Governor Anandiben Patel at Raj Bhawan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X