CM Yogi Adityanath : કાયદો સુરક્ષા માટે છે, આમાં હસ્તક્ષેપ કરવાનો કોઈને અધિકાર નથી - CM યોગી

CM Yogi Adityanath : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારના રોજ ગોરખપૂર પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ગોરખપુરવાસીઓને 343 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓની ભેટ આપી છે. આ સાથે સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશની ગતિથી બદલાઇ રહેલી તસવીર અને વિકાસના કાર્યોની ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, કાયદો સંરક્ષણ માટે છે, પરંતુ કોઈને પણ કાયદાને બંધક બનાવીને સિસ્ટમ તોડવાનો પ્રયાસ કરવાની મંજૂરી નથી. કાયદો સુરક્ષા માટે છે, પરંતુ જો કોઈ બહેન કે પુત્રીની છેડતી કરે, તો યમરાજ તે વ્યક્તિની આગલા ચોકમાં રાહ જોતા હશે.

Yogi Adityanath

મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું હતું કે, વિકાસના કામોમાં કોઈપણ સ્તરે બેદરકારી ન રહેવી જોઈએ. કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. અમલીકરણ કરનારી સંસ્થા કોઈપણ હોય, તેણે ધોરણ અને ગુણવત્તા સાથે વિકાસ કાર્યો કરવા કટિબદ્ધ રહેવું પડશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, સરકાર વિકાસ, જન કલ્યાણ અને ભેદભાવ વિના તમામ લોકોને યોજનાઓનો લાભ આપવા માટે સંકલ્પબદ્ધ અને સમર્પિત છે. સરકારની સાથે નાગરિકો પણ પોતાની ફરજ નિભાવતા રહેશે તો વિકાસના કામોમાં અવરોધરૂપ બનનારાઓ આપોઆપ ખુલ્લા પડી જશે.

UP CM યોગીએ જણાવ્યું હતું કે, આજે વિકાસ જ ગોરખપુર અને ઉત્તર પ્રદેશની ઓળખ છે. છ વર્ષમાં ગોરખપુર અને ઉત્તર પ્રદેશ પ્રત્યે લોકોની ધારણા બદલાઈ છે. વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ ઉત્તર પ્રદેશ અને ગોરખપુરે છેલ્લા છ વર્ષમાં વિકાસ દ્વારા પોતાની નવી ઓળખ બનાવી છે. આજે ઉત્તર પ્રદેશ દેશમાં વિકાસ, સુશાસન અને ઉત્તમ કાયદો અને વ્યવસ્થા માટે ઓળખાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X