Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CM યોગી ગોરખપુરવાસીઓને આપશે 1300 કરોડની વિકાસ પરિયોજનાઓની ભેટ

Gorakhpur News: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે બે દિવસીય પ્રવાસ પર ગોરખપુર આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ જિલ્લાના લોકોને રૂ. 1300 કરોડના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપશે.

જેમાં રૂ. 293.64 કરોડના પ્રોજેક્ટનુ ઉદ્ઘાટન અને રૂ. 1005.82 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, ગોરખપુર ફર્ટિલાઈઝર ફેક્ટરીમાં આયોજિત કાર્યક્રમમાં 37 પ્રોજેક્ટ્સનુ ઉદ્ઘાટન અને 200 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે.

Yogi Adityanath

જે પરિયોજનાઓનુ ઉદ્ઘાટન થવાનુ છે તેમાં 6 રસ્તા, 5 આયુર્વેદિક હૉસ્પિટલ, દીનદયાળ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સિટી કેમ્પસમાં હૉસ્ટેલ, કુઆનો નદીના બનકટા ઘાટ પર પુલ વગેરેનો સમાવેશ થાય છે.

આ સાથે ગોરખનાથ પુલને સમાંતર બીજો ટુ-લેન પુલ, પાલી-દોહરિયા રોડ પર રાપ્તી નદીના સુરગના ઘાટ પર પુલ, પદલેગંજથી ફિરાક ચાર રસ્તા સુધીના રસ્તાને પહોળો કરવા, ગોરખનાથ મંદિરમાં સોલાર રૂફટોપ યોજનાનો પણ મુખ્યમંત્રી શિલાન્યાસ કરશે.

ગોરખનાથ વિસ્તારમાં જામની સ્થિતિને જોતા અહીં પહેલાથી જ આવેલા ઓવરબ્રિજની સમાંતર બીજો ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે. તેની કિંમત 178 કરોડ રૂપિયા આસપાસ આવશે. ઓવરબ્રિજની લંબાઈ 766.32 મીટર છે. તેમાં રેલવે ભાગની લંબાઈ 17.63 મીટર છે. આ સાથે સીએમ સહજનવાંમાં બનવાના સ્ટેડિયમનો શિલાન્યાસ પણ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X