સીએમ યોગી આદિત્યનાથ ભાજપ માટે સાબિત થશે મોટુ ફેક્ટર, ખતમ થશે ગઠબંધનના ખેલ

UP Election: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લોકપ્રિયતાના પુરાવા છેલ્લા અમુક વર્ષોમાં યોજાયેલી ચૂંટણીમાં જોવા મળ્યા છે. હવે રાજ્યમાં બે સીટો પર પેટાચૂંટણીનુ એલાન થઈ ચૂક્યુ છે. વળી, ટૂંક સમયમાં સ્થાનિક ચૂંટણીનુ પણ એલાન થશે. આ ઉપરાંત લગભગ એક વર્ષ પછી લોકસભા ચૂંટણી પણ થવાની છે.

cm yogi

આ ચૂંટણીઓને જોતા સીએમ યોગી આદિત્યનાથ યુપીમાં ભાજપ માટે મોટુ ફેક્ટર સાબિત થઈ શકે છે. આ અગાઉ પણ જોવા મળ્યુ છે કે રાજ્યમાં ભાજપ સામે બનેલા તમામ મોટા ગઠબંધન લોકસભા ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન નિષ્ફળ રહ્યા હતા. સૌથી પહેલા 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને સપાનું ગઠબંધન નિષ્ફળ ગયુ હતુ. આ પછી 2019ની લોકસભા ચૂંટણીમાં બસપા અને સપાનુ ગઠબંધન નિષ્ફળ ગયુ હતુ. આ બંને વખતે સીએમ યોગીની સામે વિપક્ષની દરેક રણનીતિ નિષ્ફળ ગઈ.

યુપીમાં એબીપી ન્યૂઝની Matrize એ એક સર્વે કર્યો છે. સર્વેના આધારે યુપી ફેક્ટર હેઠળ દેશનો મિજાજ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સર્વેમાં પૂછવામાં આવ્યુ કે 2022માં ભાજપની વાપસીનુ કારણ શું છે? તેનો જવાબ આપતાં 41 ટકા લોકોએ સીએમ યોગીને ભાજપની વાપસીનુ કારણ જણાવ્યુ. આ સિવાય ડબલ એન્જિન સરકારને 14 ટકા વોટ અને વિકાસને 11 ટકા વોટ મળ્યા હતા.

જ્યારે સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે સીએમ તરીકે કોનો કાર્યકાળ સારો છે? ત્યારે મોટાભાગના લોકોએ સીએમ યોગીને વધુ સારા ગણ્યા હતા. આ સર્વેમાં સીએમ યોગીને 42 ટકા વોટ મળ્યા છે. આ પછી દિવંગત નેતા કલ્યાણ સિંહને 17 ટકા વોટ મળ્યા. જ્યારે માયાવતીને 15 ટકા, મુલાયમ સિંહ યાદવને 12 ટકા અને અખિલેશ યાદવને આઠ ટકા મત મળ્યા હતા. જો આમ જોવામાં આવે તો વિપક્ષી પાર્ટીઓ સપા, બસપા અને કોંગ્રેસની દરેક ચાલ પળવારમાં ખતમ થતી જોવા મળી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X