2014 પહેલા ભારતનો માળખાકીય વિકાસ ખરાબ સ્થિતિમાં હતોઃ યોગી આદિત્યનાથ

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે આરોપ લગાવ્યો હતો કે 2014 પહેલા કેન્દ્રની સરકાર અનિર્ણાયકતા અને ભ્રષ્ટાચારથી ભરેલી હતી, જેણે દેશના માળખાકીય વિકાસને અસર કરી હતી.

તેમણે કહ્યુ કે એક નોંધપાત્ર તફાવત છે. 2014 પહેલા ભારતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખરાબ સ્થિતિમાં હતું. અટલજી (ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી)ના સમયમાં બનેલા 4-લેન, 6-લેન અને 8-લેન રસ્તાઓ સારું કામ કરી રહ્યા હતા.

Yogi Adityanath

તેમણે કહ્યુ કે પરંતુ અહીં રૂ. 3,300 કરોડના બે રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ આગળ કોઈ નવો પ્રોજેક્ટ (યુપીએ સરકાર દ્વારા) લેવામાં આવ્યો નથી. 2014 પહેલા સુકાન સંભાળતી સરકારની ટીકા કરતા તેમણે કહ્યું કે, સરકાર અનિર્ણાયકતાથી પીડાતી હતી અને ભ્રષ્ટાચાર વ્યાપી ગયો હતો.

છેલ્લા નવ વર્ષોમાં, તમે જોયું હશે કે ભારત સુરક્ષાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યું છે. આજે દુશ્મનો ભારત તરફ ખરાબ ઈરાદાઓથી જોઈ શકતા નથી. લખનઉનો ડિફેન્સ કોરિડોર મેક ઈન ઈન્ડિયાના સપનાને સાકાર કરી રહ્યો છે.

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે 2014 પહેલા દેશમાં ખેડૂતો શોષણનો શિકાર હતા. તેઓ તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મેળવી શકતા નથી. આજે પારદર્શક વ્યવસ્થાના કારણે ખેડૂતોના જીવનમાં મોટો બદલાવ આવ્યો છે. બજાર વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવ્યું છે. જેના કારણે ખેડૂતોની આવક વધી છે. ખેડૂતોને સમયસર વળતર મળી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X