For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: સીએમ યોગીએ વિધાનસભામાં હસીને અખિલેશ સાથે મિલાવ્યો હાથ, ખભા પર મૂક્યો હાથ

ત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નવા ચૂંટાયેલા ધારાસભ્યોના શપથ ગ્રહણ દરમિયાન વિધાનસભામાં વિપક્ષના નેતા અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નવા ચૂંટાયેલા ધારાસભ્યોના શપથ ગ્રહણ દરમિયાન વિધાનસભામાં વિપક્ષના નેતા અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી. સીએમ યોગીએ હસીને અખિલેશ યાદવ સાથે હાથ મિલાવ્યો અને તેમના ખભે હાથ પણ રાખ્યો. ન્યૂઝ એજન્સી એએનઆઈએ આનો વીડિયો શેર કર્યો છે. તમને જણાવી દઈએ ક 18મી વિધાનસભા માટે નવા ચૂંટાયેલા સભ્યોના શપથ ગ્રહણનો કાર્યક્રમ આજે શરુ થઈ ગયો છે. કાર્યક્રમ પહેલા સીએમ યોગીએ મીડિયાને સંબોધિત કરીને કહ્યુ, 'હું આ અવસર પર બધા સભ્યોનુ સ્વાગત કરુ છુ. મને પૂરો વિશ્વાસ છે કે નવા ચૂંટાયેલા સભ્યો સદનની મર્યાદા, પરંપરાનુ પાલન કરીને વિધાનસભાની કાર્યવાહી આગળ વધારશે.'

cm yogi

સીએમ યોગીને વિધાનસભાના નેતા તરીકે લીધા શપથ

વિધાનસભામાં સોમવારે સવારે 11 વાગે સૌથી પહેલા રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સદનના નેતા તરીકે શપથ લીધા. ત્યારબાદ વિપક્ષના નેતા અખિલેશ યાદવે વિધાનસભામાં સદનના ધારાસભ્ય પદના શપથ લીધા. પછી વિધાનસભામાં નવા ચૂંટાયેલા સભ્ય બ્રજેશ પાઠકે સદનના નેતાના શપથ લીધા. પ્રોટેમ સ્પીકર રમાપતિ શાસ્ત્રીએ શપથ અપાવ્યા.

અખિલેશે કહ્યુ માત્ર બેંચ બદલાઈ ગઈ છે...

યુપી વિધાનસભામાં વિપક્ષના નેતા અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યુ, 'માત્ર બેંચ બદલાઈ ગઈ છે, હું હવે વિપક્ષમાં બેસીશ. સરકારની જવાબદેહી માટે વિપક્ષ કામ કરશે અને વિપક્ષની ભૂમિકા સકારાત્મક હશે.'

English summary
CM Yogi meets Akhilesh Yadav in Legislative Assembly during oath taking of newly elected legislators
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X