CM યોગીએ સમીક્ષા બેઠકમાં આપ્યા કડક નિર્દેશ, કહ્યુ - લાઉડસ્પીકર સ્વીકાર્ય નથી

Yogi Adityanath: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે યોજેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં ગૃહ વિભાગની સમીક્ષા કરી. જેમાં તેમણે પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓને વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી જરુરી દિશા-નિર્દેશ આપ્યા.

આ દરમિયાન તેમણે ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકર ઉતરાવવાના નિર્દેશ આપ્યા. સીએમ યોગીએ અધિકારીઓ અને કર્મચારીઓને કહ્યુ કે જનસમસ્યાઓના નિસ્તરણને પ્રાથમિકતા આપીને જનસુનાવણી કાર્યક્રમો ઝડપથી આગળ વધારવામાં આવે.

Yogi Adityanath

CM યોગીએ વધુમાં કહ્યુ કે સામાન્ય જન સાથે સંવેદનશીલ વ્યવહાર રાખવામાં આવે. એ ધ્યાન રાખો કે તમારુ આચરણ સામાન્ય જનતાના મનમાં શાસન પ્રત્યે વિશ્વાસનો આધાર બને છે. જનતાનો સંતોષ જ તમારા પ્રદર્શનની શ્રેષ્ઠતાનુ માનક હશે. એ સુનિશ્ચિત કરો કે ફરિયાદોનુ ઉકેલ જલ્દી આવે.

જનસુનાવણીની તારીખોનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરો. અહીં આવતા મામલા બિલકુલ પેન્ડીંગ ન રહે. તેમણે કહ્યુ કે ફીલ્ડમાં તૈનાત અધિકારી પોતાના ક્ષેત્રમાં જ રાત્રિ વિશ્રામ કરે. બીજા ક્ષેત્રમાં ના જાય. વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આ વ્યવસ્થાના અનુપાલન માટે ઉચિત નિરીક્ષણ કરવામાં આવે.

મુખ્યમંત્રી યોગીએ કહ્યુ કે અમુક મહિના પહેલા પૂર્વ સહજ સંવાદના માધ્યમથી અમે ધાર્મિક સ્થળોએ લાઉડ સ્પીકર હટાવવાની અભૂતપૂર્વ કાર્યવાહી સંપન્ન કરી હતી. લોકોએ વ્યાપક જનહિતને પ્રાથમિકતા આપીને સ્વતઃ લાઉડસ્પીકર હટાવ્યા. આની આખા દેશમાં પ્રશંસા થઈ હતા. હાલમાં દિવસોમાં મે જનપદીય પ્રવાસમાં અનુભવ્યુ કે અમુક જિલ્લાઓમાં ફરીથી આ લાઉડસ્પીકર લગાવવામાં આવી રહ્યા છે. આ સ્વીકાર્ય નથી.

તત્કાલ સંપર્ક-સંવાદ કરીને આદર્શ સ્થિતિ બનાવવામાં આવે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ધ્વનિ પ્રદૂષણ પર કડકાઈથી રોક લગાવવાની વાત કરી અને કહ્યુ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સનુ અક્ષરશઃ પાલન કરવાનુ સુનિશ્ચિત કરવામાં આવે. માંગલિક કાર્યક્રમ પહેલા ડીજે અને મ્યૂઝિક સિસ્ટમ સંચાલકો સાથે વાત કરો. કોઈને પણ અવ્યવસ્થા ફેલાવવાની છૂટ ન મળવી જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X