નૉન પરફોર્મર પર સીએમ યોગીની નજર, આકરી કાર્યવાહીની સૂચના આપી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નીચલા સ્તરે અધિકારીઓની કમર કસવાની શરૂઆત કરી દીધી છે. યોગીએ હવે બ્લૉક, તાલુકા અને પોલીસ સ્ટેશન સ્તરે ખરાબ પ્રદર્શન કરનાર અધિકારીઓનો રિપોર્ટ માંગ્યો છે. સૂત્રો મુજબ યોગીએ નૉન પરફોર્મર અધિકારીઓ સામે આકરી કાર્યવાહી કરવા સૂચના આપી દીધી છે.
તેમણે કહ્યું કે જે જિલ્લામાં બ્લોક, તાલુકા અને પોલીસ સ્ટેશન સ્તરે સમગ્ર કામકાજમાં કોઈ સુધારો ના થયો, ત્યાં ઉપરથી લઇ નીચલા સ્તર સુધીના તમામ અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ.

અધિકારીઓએ જણાવ્યું કે સીએમ યોગી લોકોની ફરિયાદ સાંભળવા અને તેમના નિવારણ માટે સૂચના આપેતા રહે છે. તેમણે કહ્યું કે મોટાભાગની ફરિયાદો આ કાર્યાલયોના ખરાબ કામકાજ સાથે જોડાયેલી છે.
યોગીએ ડિવિઝનલ કમિશનરો અને જિલ્લા મેજિસ્ટ્રેટને આપેલી સૂચનાઓમાં જણાવ્યું હતું કે આ કચેરીઓના સ્તરે દરરોજ એક કલાક માટે જાહેર સમસ્યાઓની સુનાવણીનું આયોજન કરવું જોઈએ અને આ સંદર્ભે દરેક અઠવાડિયે અભિયાન ચાલવું જોઈએ.
તેમણે કહ્યું કે આ ઉદ્દેશ્ય માટે એક સુવ્યવસ્થિત તંત્ર તૈયાર કરવું જોઈએ અને ફરિયાદોનો નિપટારો યોગ્યતાના આધારે સુનિશ્ચિત કરવો જોઈએ. મુખ્યમંત્રીએ કહ્યું કે આ સ્તરે ફરિયાદોના નિસ્તારણમાં વિલંબ ક્યારેક કાનૂન વ્યવસ્થાની સમસ્યા ઉભી કરી દે છે. તેમણે કહ્યું કે આવા મામલા બ્લૉક, તાલુકા અને પોલીસ સ્ટેશન સ્તરના અધિકારીઓની જવાબદારી નક્કી કરવી જોઈએ.
તેમણે કહ્યું કે તપાસ કરાવવામમાં આવે અને દોષિત સામે કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યું કે જિલ્લાધિકારીઓ અને જિલ્લા પોલીસ પ્રમુખોની નિયમિત દેખરેખ રાખવી જોઈએ. તેમણે કહ્યું કે જિલ્લા મુખ્યાલય સાથે જોડાયેલા અધિકારીઓને ફિલ્ડ ડ્યુટી આપવી જોઈએ.












Click it and Unblock the Notifications
