રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ જાણો શું બોલ્યા અશોક ગેહલોત
રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ જાણો શું બોલ્યા અશોક ગેહલોત
નવી દિલ્હીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પોતાના નિવાસ સ્થાને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરી. આ મુલાકાત બાદ કોંગ્રેસ સાશિત મુખ્યમંત્રીઓએ મીડિયા સાથે વાત કરી. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કહ્યું કે અમે તેમને અમારા દિલની વાત કહી. રાહુલ ગાંધીએ રાજીનામું રજૂ કર્યા બાદ પાર્ટીમાં ચાલી રહેલ અનિશ્ચિતતાઓ વચ્ચે આ મુલાકાતને મહત્વની જણાવવામાં આવી રહી છે. રાહુલ સાથે મુલાકાતમાં અશોક ગેહલોત ઉપરાંત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, પંજાબના સીએમ અમરિંદર સિંહ, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને પોંડિચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામી હાજર રહ્યા હતા.

રાહુલ સાથે મુલાકાત બાદ ગેહલોત શું બોલ્યા?
રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે મીડિયાને કહ્યું કે આ સારી મીટિંગ હતી. અમે 2 કલાકની વાતચીત કરી. અમે તેમને પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓની ભાવનાથી અવગત કરાવી દીધા છે. અમને ઉમ્મીદ છે કે તેઓ અમારી વાતો પર ધ્યાન આપશે અને યોગ્ય વસ્તુ કરશે.
|
ગેહલોતે મોદી પર નિશાન સાધ્યું
અશોક ગેહલોતે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં બીજા પક્ષે દિશભક્તિના નામે દેશને ભટકાવ્યો છે. મોદીજીએ સેનાની પાછળ છૂપાઈને રાજનીતિ કરી. ધર્મના નામ પર લોકોને ભટકાવવામાં આવ્યા. તેમણે વિકાસ, અર્થવ્યવસ્થા અને રોજગાર વિશે વાત ન કરી. ઉલ્લેખનીય છે કે મુલાકાત પહેલા અશોક ગેલોનું રાજીનામું પરત લેવાની અપીલ કરી હતી પરંતુ તેમણે સ્પષ્ટ કરી દીધું કે તેઓ પોતાનો ફેસલો નહિ બદલે.
|
રાજીનામા પર શું બોલ્યા ગેહલોત
રાહુલ ગાંધી સાથેની મુલાકાત દરમિયાન તેમના અને કમલનાથના રાજીનામાની રજૂઆતને લઈ આવેલ મીડિયા રિપોર્ટ્સ પર ગેહલોતે કહ્યું કે પરિણામ આવ્યું તે દિવસે જ મુખ્યમંત્રીઓએ પોતાનું રાજીનામું હાજર કરી દીધું હતું. જે બાદ હાઈકમાને શું કરવાનું છે તે બાબતે ફેસલો લીધો. ગેહલોતે મીટિંગ પહેલા ટ્વીટ કરી કહ્યું હતું કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સોમવારે ટ્વીટ કરી કહ્યું કે અમારો દ્રઢ વિશ્વાસ છે કે વર્તમાન પરિદ્રશ્યમાં માત્ર તે જ પાર્ટીનું નેતૃત્વ કરી શકે છે, અમારા દેશ અને દેશવાસીઓની ભલાઈ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા બેજોડ છે.

રાહુલ રાજીનામા પર અળ્યા
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાધી હજુ પણ પોતાના રાજીનામા પર અળ્યા છે. તેમણે કોંગ્રેસ નેતાઓના અનુરોધને ઠુકરાવી દીધો છે. તેમણે લોકસભા ચૂંટણીમાં કરારી હાર બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની પહેલી બેઠકમાં રાજીનામું રજૂ કર્યું હતું. જો કે વર્કિંગ કમિટીએ તેમનું રાજીનામું નામંજૂર કરી દીધું હતું. જો કે રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ પાર્ટીમાં સક્રિય રહેશે. તેમણે કોંગ્રેસ નેતાઓને ગાંધી પરિવારમાંથી બહારથી નવા અધ્યક્ષને શોધવા કહ્યું છે. પરંતુ એક મહિનો વિતિ જવા બાદ પણ પાર્ટી નવા અધ્યક્ષ પદને ન શોધી શકી અને નેતાગણ રાહુલ ગાંધીને મનાવવામાં લાગી ગયા છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
