દિલ્લી-એનસીઆરમાં આજથી મોંઘો થયો LPG-CNG ગેસ

દેશની રાજધાનીમાં એક વાર ફરીથી પીએનજીના ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે.

નવી દિલ્લીઃ દેશની રાજધાનીમાં એક વાર ફરીથી પીએનજીના ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 10 દિવસમાં આ સતત બીજો વધારો કરવામાં આવ્યો છે. ઘરેલુ પીએનજીના ભાવમાં બે રુપિયા પ્રતિ એમસીએમનો વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો આજથી પ્રભાવી થશે. ગૌતમ બુદ્ધ નગરમાં પીએનજીના ભાવ 34.86 રૂપિયા પ્રતિ એસસીએમ સુધી પહોંચી ગયા છે. નોંધનીય વાત એ છે કે આ પહેલા 1 ઓક્ટોબરે 2.10 રૂપિયા પ્રતિ એસસીએમનો વધારો કરવામાં આવ્યો હતો. નોઈડામાં હવે પીએનજીના ભાવ 34.86 રૂપિયા પ્રતિ એસસીએમ સુધી પહોંચી ગયા છે.

cng

વળી, કંપ્રેસ્ટ નેચરલ ગેસ(સીએનજી)ની વાત કરીએ તો તેના ભાવમાં પણ આજથી વધારો કરવામાં આવ્યો છે. દિલ્લીમાં સીએનજીના ભાવ 49.76 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે જ્યારે નોઈડા, ગ્રેટર નોઈડા તેમજ ગાઝિયાબાદમાં સીએનજીના ભાવ 56.02 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે. ગુરુગ્રામની વાત કરીએ તો અહીં સીએનજી 58.20 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયુ છે. નોંધનીય વાત એ છે કે 2 ઓક્ટોબરે પણ સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. સીએનજીના નવા ભાવ આજથી લાગુ થઈ ગયા છે.

અલગ-અલગ શહેરોમાં સીએનજીની વાત કરીએ તો ગુરુગ્રામમાં 58.20 રુપિયા પ્રતિ કિલો, રેવાડીમાં 58.59 રુપિયા પ્રતિ કિલો, કર્નાલ અને કેથલમાં 57.10 રુપિયા પ્રતિ કિલો મુઝફ્ફરનગર, શામલી, મેરઠમાં 63.28 રુપિયા પ્રતિ કિલો, કાનપુર, મેર, હમીરપુરમાં 66.54 રુપિયા પ્રતિ કિલો, અજમેર, પાલી અને રાજમસંદમાં સીએનજીના ભાવ 65.02 રુપિયા પ્રતિ કિલો છે. વધતી કિંમતો આજે સવારે 6 વાગ્યાથી લાગુ થઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X