For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજળીની કમીના કારણે ઘણી મુસાફર ટ્રેનો રદ, માલગાડીઓની સ્પીડ વધારાઈ

એક વાર ફરીથી દેશવ્યાપી કોલસા સંકટ ઉભુ થઈ ગયુ છે. આનો સામનો કરવા માટે ભારત સરકારે એક મોટુ પગલુ લીધુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભીષણ ગરમીના કારણે દેશમાં વિજળીની માંગ ઘણી વધી ગઈ છે જેના કારણે એક વાર ફરીથી દેશવ્યાપી કોલસા સંકટ ઉભુ થઈ ગયુ છે. આનો સામનો કરવા માટે ભારત સરકારે એક મોટુ પગલુ લીધુ છે. જે હેઠળ, અમુક મુસાફર ટ્રેનોને રદ કરવામાં આવી છે જેથી કોલસો લઈ જઈ રહેલી માલગાડીઓની અવરજવર થઈ શકે. આશા રાખવામાં આવી રહી છે કે આ પગલાંથી આવનારા દિવસોમાં સ્થિતિ સુધરી જશે.

train

વાસ્તવમાં, દેશમાં 70 ટકા વિજળીનુ ઉત્પાદન કોલસા પર જ નિર્ભર છે. કોલસાનો પુરવઠો ન હોવાના કારણે દેશના ઘણા રાજ્યોમાં ભારે વિજળી કાપ થઈ રહ્યો છે. આ ઉપરાંત ઉદ્યોગોનો પણ પુરવઠો રોકવો પડ્યો છે જેના કારણે અર્થવ્યવસ્થા પર પણ જોખમ મંડરાઈ રહ્યુ છે એવામાં સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. જેના કારણે મુસાફર ટ્રેનોને રદ કરીને કોલસાવાળી ગાડીઓ માટે બાધારહિત માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ક્યાં સુધી રદ રહેશે ટ્રેનો?

આ બાબતે ભારતીય રેલવેના કાર્યકારી નિર્દેશક ગૌરવ કૃષ્ણ બંસલે કહ્યુ કે આ ઉપાય અસ્થાયી છે અને સ્થિતિ સામાન્ય થતા જ મુસાફર સેવાઓ ચાલુ કરી દેવામાં આવશે. તેમની કોશિશ છે કે કોલસાને પાવર પ્લાન્ટ સુધી પહોંચાડવામાં લાગતા સમયને ઘટાડવામાં આવે અને સપ્લાઈમાં તેજી આવે. તેમણે આશા વ્યક્ત કરી કે જલ્દી સ્થિતિ સામાન્ય થઈ જશે.

પુરવઠામાં વિલંબ માટે રેલવે દોષી?

તમને જણાવી દઈએ કે ભારતીય રેલવેને ઘણીવાર કોલસાના પુરવઠામાં અડચણ માટે દોષી ગણવામાં આવે છે કારણકે માલગાડીઓની કમીના કારણે કોલસાને લાંબા અંતર સુધી લઈ જવુ મુશ્કેલ થઈ ગયુ છે. ઘણી વાર મુસાફર ટ્રેનોના કારણે માલગાડીઓને પણ રોકી દેવામાં આવે છે. જેનાથી શિપમેન્ટમાં વિલંબ થાય છે. તેમછતાં આ કોલસા પરિવહન માટે પ્લાન્ટ સંચાલકોનો પસંદગીનો વિકલ્પ બનેલો છે.

English summary
Coal Crisis: trains carrying coal will move faster, many passenger trains canceled
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X