For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાનને બનાવો આરોપી નંબર વન: પીસી પારેખ

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદ, 16 ઓક્ટોબર: પૂર્વ કોલસા સચિવ પ્રકાશ ચંદ્ર પારેખનું કહેવું છે કે જો સીબીઆઇને કોલ બ્લોક ફાળવણીમાં છડયંત્રની ગંધ આવી રહી છે તો વડાપ્રધાન મનમોહન સિંહને આરોપી નંબર વન બનાવવા જોઇએ, કારણ કે તેમણે જ ફાળવણીને લીલી ઝંડી બતાવી હતી. સીબીઆઇએ મંગળવારે પૂર્વ કોલસા સચિવને મામલામાં આરોપી બનાવતા એફઆઇઆર નોંધાવી હતી. એફઆઇઆર નોંધાયા બાદ પારિખે કોલ બ્લોક ફાળવણીમાં મોટો આરોપ લગાવ્યો છે.

પારેખે જણાવ્યું કે આ વખતે હું એ જ કહી શકું છું કે તપાસમાં સીબીઆઇ ખોટા નિર્ણયો અને જનતાના હિતો માટે લેવામાં આવેલા પ્રામાણિક નિર્ણયોમાં તફાવત પાડી શકતી નથી. જો સીબીઆઇ આ નિર્ણય પર પહોંચી છે કે હિંડાલ્કોને કોલ બ્લોકની ફાળવણી કૌભાંડ હતું તો તેણે વડાપ્રધાનને આરોપી નંબર વન બનાવવા જોઇએ કારણ કે તેમણે જ ફાળવણીને મંજૂરી આપી હતી.

manmohan singh
પીસી પારેખ 1969 બેચના આંધ્ર પ્રદેશ કેડરના આઇએએસ છે. હૈદરાબાદમાં રહેનાર પારેખને કોલગેટના વ્હિસલબ્લોઅરના રૂપમાં માનવામાં આવે છે પરંતુ તેમને આરોપી બનાવવાથી કોલસા કૌભાંડ પર નઝર રાખનારાઓ આશ્ચર્યમાં છે.

પારેખ માર્ચ 2004માં કોલસા મંત્રાલયમાં સચિવ બન્યા. ડિસેમ્બર 2005માં તેઓ રિટાયર થયા. તેમની પર ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિડલાની કંપની હિંડાલ્કોને ફાયદો કરાવવાનો આરોપ છે. પારેખ કોલસા ફાળવણી પર બનેલી સ્ક્રિનીંગ કમેટીના પ્રમુખ પણ હતા. તેમણે કોલસા ખાણોની ફાળવણી હરાજી દ્વારા કરાવવાની વાત કરી હતી. તેમણે કેબિનેટને કોલ એક્ટમાં સંશોધન માટે પત્ર પણ મોકલ્યો હતો.

English summary
Coal scam: PM should be accused No. 1 said former coal secretary PC Parakh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X