ગઠબંધન, પાર્ટીની મજબૂરી નહીં, પરંતુ 'ધર્મ': ભાજપ

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે ગઠબંધન અમારા માટે કોઇ મજબૂરી નથી. અમે અમારા પૂર્વ કાર્યકાળ દરમિયાન ગઠબંધનની વિશ્વસનીયતા અને સ્થિરતાને સાબિત કરી છે. અમે ગઠબંધનને ધર્મના રૂપમાં લઇએ છીએ. ગોવામાં શુક્રવારે ભાજપના પદાધિકારીઓ અને રાષ્ટ્રીય કાર્યકારિણીઓની બેઠક થવાની છે.
ગઠબંધન અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં નકવીએ કહ્યું કે, વાજપાયીના નેતૃત્વમાં એનડીએ સત્તામાં આવ્યું ત્યારે પણ અનેક પ્રશ્નો ઉઠ્યા હતા, પરંતુ વિકાસના સાથે સ્થિર સરકાર ચલાવીને પોતાની વિશ્વસનીયતાને સાબિત કરી છે. નકવીએ દાવો કર્યો છે કે આવનારા દિવસોમાં એનડીએ મજબૂત થશે અને તેનો વિસ્તાર કરશે. ભાજપના નેતાએ કહ્યું છે કે એનડીએના વિસ્તાર અંગે અમે યોગ્ય સમયે જણાવીશું.
એક પ્રશ્નના જવાબમાં નકવીએ કહ્યું કે મોદીને આગામી લોકસભાની ચૂંટણીમાં દૂર રાખવા માટે ગઠબંધનના કોઇ સહયોગી તરફથી કોઇ દબાણ કરવામાં આવ્યું નથી.












Click it and Unblock the Notifications
