રાહુલ ગાંધીની એક મુલાકાતે મોચીને સ્ટાર બનાવી દીધા, જુતા માટે 10 લાખની ઓફર આવી
હાલમાં જ રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં રસ્તા પર રોકાઈને એક મોચી સાથે મુલાકાત કરી હતી. હવે આ મુલાકાત બાગ મોચી સ્ટાર બની ગયા છે.
રાહુલ ગાંધીની મુલાકાત બાદ મોચી રામ ચેત રાતોરાત સ્ટાર બની ગયા છે. રસ્તા પર બેસીને ચપ્પલ સીવતા આ મોચી પાસે સેલ્ફી લેવા લોકોનો જમાવડો થાય છે.

માનહાનિના કેસમાં કોર્ટની સુનાવણીમાં હાજરી આપવા લોકસભા વિપક્ષના નેતા સુલતાનપુરમાં રામ ચેતની દુકાન પર રોકાયા હતા. આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ મોચીના કામને જાણ્યુ અને જૂતાને રિપેર કરવાનો પ્રયાસ હતો.
આ મુલાકાત દરમિયાન ચપ્પલ ટાંકા મારતો વીડિયો વાયરલ થયો હતો. આ પછી એક દિવસ પછી રામ ચેતને કોંગ્રેસ રાહુલ ગાંધીએ સિલાઈ મશીન મોકલ્યુ. આ મશીનથી પગરખાં સીવવાનું સરળ બન્યુ છે અને રામ ચેતને મોટી મદદ મળી છે.
આ મુદ્દે વાત કરતા રામે ચેતે જણાવ્યુ કે, રાહુલ ગાંધીની મુલાકાત બાદ તેમનું જીવન બદલાઈ ગયું છે. લોકો બાઇક અને કાર રોકીને મને બોલાવી રહ્યા છે. તેઓએ મને ઘણું સન્માન આપ્યું છે.
રામ ચેતને તે દિવસે રાહુલ ગાંધી દ્વારા સિલાઇ કરેલા જૂતા માટે મોટી ઓફરો મળી રહી છે, જેમાં એક કોલરે 10 લાખ સુધીની ઓફર કરી. ઓફર મોટી થઈ રહી છે. 5 લાખથી શરૂ થઈ હતી અને હવે 10 લાખ સુધી પહોંચી ગઈ છે. એક કૉલરે મને રોકડ ભરેલી બેગ ઓફર કરી, પણ મેં ના પાડી. હું તેને વેચીશ નહીં.
રામ ચેતે કહ્યું કે, રાહુલ ગાંધી મારા ભાગીદાર છે. અમે ભાગીદારીમાં દુકાન ચલાવીએ છીએ. આ જૂતા જેના છે તેને તે પરત નહીં કરે. હું તેને સેન્ડલની કિંમત ચૂકવીશ.
મુલાકાત વિશે વાત કરતા મોચી રામ ચેતે કહ્યું કે, રાહુલ ગાંધીએ તેમને તેમના કામ વિશે પૂછ્યું. તેમણે મને પૂછ્યું કે પગરખાં કેવી રીતે ગુંદર કરવા, મેં તેને બતાવ્યું અને તેમણે તે કર્યું.
રામ ચેત એક અસ્થાયી ઝૂંપડીમાં રહે છે, જેમાં વીજળીનો પુરવઠો નથી. તેમની સાથેની તસવીર સોશિયલ મીડિયા પર ફરતી થયા બાદ અધિકારીઓએ આ ઝૂંપડીના ચક્કર લગાવવાનું શરૂ કરી દીધું છે. પ્રશાસનના લોકો હવે આવીને મને મારી સમસ્યાઓ વિશે પૂછે છે. તેઓ પહેલાં ક્યારેય આવ્યા નહોતા.
આ મોચીના જર્જરિત ઝૂપડામાં વીજળીનો પુરવઠો નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે અંધારામાં સિલાઈ મશીનનો ઉપયોગ કેવી રીતે કરશે તો તેણે ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું કે, "મારા પુત્રના ઘરમાં વીજળી છે. હું તેના ઘરે મશીન રાખીશ અને સિલાઈનું કામ કરીશ.
મોચીના પુત્ર રઘુરામે ANIને જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસ નેતાને મળીને ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે, તેઓ અમારી સાથે આદર અને ગૌરવ સાથે વર્તે છે. તેઓએ મને પૂછ્યું કે હું હવે આ વ્યવસાયમાં કેમ નથી. મેં તેમને કહ્યું કે જ્યારે હું મોચી તરીકે કામ કરતો ત્યારે લોકો મને માન આપતા ન હતા. તેથી જ મેં આ વ્યવસાય છોડી દીધો છે. હવે હું મજૂર તરીકે કામ કરૂ છું.












Click it and Unblock the Notifications
