For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઠંડથી થરથરીયું ઉત્તર ભારત, આ રાજ્યોમાં અલર્ટ જાહેર

ઠંડથી થરથરીયું ઉત્તર ભારત, આ રાજ્યોમાં અલર્ટ જાહેર

|
Google Oneindia Gujarati News

આખું ઉત્તર ભારત કડકડતી ઠંડમાં ઠુઠવાઈ રહ્યું છે. દેશનું દિલ એટલે કે દિલ્હીમાં આજે સવારથી વરસાદ થઈ રહ્યો છે, જેણે ઠંડીમાં વધારો કરી દીધો છે. વરસાદને કારણે આજે દિલ્હીમાં ઝાકળ તો નથી પરંતુ ઠંડ બહુ વધી ગઈ છે. ભારતીય હવામાન વિભાગે આજ માટે પહેલેથી જ વરસાદનું અલર્ટ જાહેર કર્યું હતું. હવામાન વિભાગ મુજબ આજથી લઈ આગલા 24 કલાકમાં દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત કેટલાય રાજ્યોમાં વરસાદ થઈ શકે છે જ્યારે રાજગઢ, અલવર, દૌસા, સોનીપત, દાદરી, નોઈડા, ગાઝિયાબાદ, અલીગઢ, બદાયૂં, મોદીનગર, મથુરા, હાથરસ, જિંદ, પાનીપત, કરનાલ સહિત કેટલીય જગ્યાએ આજે તેજ વરસાદની આશંકા છે.

મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ

મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ

હવામાન વિભાગ મુજબ ઉત્તર ભારતમાં ચાલી રહેલ શીતલહેર વચ્ચે શનિવારે મહત્તમ વિસ્તારોમાં હળવો વરસાદ થયો, આઈએમડીએ દેશના કેટલાય રાજ્યોમાં Orange Alert જાહેર કર્યું છે.

ઓરેન્જ અલર્ટ જાહેર

ઓરેન્જ અલર્ટ જાહેર

પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં અમુક વિસ્તારોમાં હળવા વરસાદની આશંકા છે અને આ કારણે અહીં ઓરેન્જ અલર્ટ જાહેર છે. લુધિયાણામાં ગાઢ ઝાખળની ચાદર પથરાયેલી છે.

પહાડો પર હિમવર્ષા

પહાડો પર હિમવર્ષા

જ્યારે પહાડો પર હિમવર્ષા ચાલી રહી છે, પર્યટકો ભારે મજા લઈ રહ્યા છે, ઘણા લોકોએ સ્નોફોલની તસવીરોને સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા આગલા અઠવાડિયે પણ ચાલુ રહેશે.

દક્ષિણ ભારતમાં વરસાદ થઈ શકે

દક્ષિણ ભારતમાં વરસાદ થઈ શકે

જ્યારે સ્કાઈમેટ મુજબ ઉત્તર ભારતના રાજ્યોમાં આગલા કેટલાક દિવસો દરમ્યાન મોસમ શુષ્ક રહેશે. પરંતુ તમિલનાડુ- કર્ણાટકમાં વરસાદ થઈ શકે છે, જ્યારે ઉત્તર ભારતે હાડ કંપાવતી ઠંડીનો સામનો કરવો પડી શકે છે જ્યારે આગલા 3 દિવસનોર્થ ઈન્ડિયાના કેટલાય રાજ્યો ગાઢ ઝાકળ અને બરફીલી હવાઓની ચપેટમાં રહેશે.

Coronavirus: ભારત બાયોટેકની કોવેક્સિનને પણ ઇમરજન્સી ઉપયોગની મંજૂરીCoronavirus: ભારત બાયોટેકની કોવેક્સિનને પણ ઇમરજન્સી ઉપયોગની મંજૂરી

English summary
Cold shivering north India, alert issued in these states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X