Weather Update: કાતિલ ઠંડી, ગાઢ ધૂમ્મસ, હિમ વર્ષા અને વરસાદની સંભાવના, જાણો દેશમાં હવામાનના હાલ

Weather Update: દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીએ હાહાકાર મચાવી દીધો છે. હવામાનના ત્રિપલ હુમલાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. કાતિલ ઠંડી, ગાઢ ધુમ્મસ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની હવામાન વિભાગની ચેતવણીના કારણે લોકો ભયભીત બન્યા છે.

દિલ્હી-એનસીઆરમાં સ્થિતિ એવી છે કે શીત લહેરના પ્રકોપના કારણે લોકો શેલ્ટર હોમમાં આશરો લઈ રહ્યા છે. તેઓ બોનફાયર પ્રગટાવીને પોતાને ગરમ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુરુવારે સવારે 5 વાગ્યે દિલ્હી-એનસીઆર ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલુ જોવા મળ્યું હતું.

fog

કોલ્ડવેવના કારણે શરીરમાં હાડ થીજાવી દે તેવી અનુભૂતિ થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારનો દિવસ દિલ્હી-એનસીઆર માટે ગાઢ ધુમ્મસનો દિવસ રહેશે. લઘુત્તમ તાપમાન 5.0 અને મહત્તમ તાપમાન 18.0 રહેવાની આગાહી કરવામાં આવી છે. અન્ય રાજ્યોમાં પણ સ્થિતિ કંઈક આવી જ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, માત્ર દિલ્હી-એનસીઆર જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, હરિયાણા સહિત ઉત્તર ભારતના અન્ય તમામ રાજ્યો પણ શીત લહેર અને ધુમ્મસની લપેટમાં રહેશે. આ સાથે એલર્ટ જાહેર કરીને કહેવામાં આવ્યું હતું કે, આગામી દિવસોમાં વધુ ઠંડી અને કાળઝાળ ગરમી પડશે. વળી, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને ઉત્તરાખંડ જેવા પર્વતીય વિસ્તારોમાં હળવા અને મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે.

હવામાનની માહિતી આપતી વેબસાઈટ સ્કાયમેટ અનુસાર, દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, આસામ, ત્રિપુરા, આંધ્રપ્રદેશ અને હરિયાણામાં સવારે અને સાંજે શીત લહેર છવાયેલી રહેશે અને ગાઢ ધુમ્મસ પણ રહેશે.

બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઉત્તરપૂર્વ ભારતના ભાગોમાં હળવા વરસાદની અપેક્ષા છે. તે જ સમયે, સ્કાયમેટે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ અને સિક્કિમમાં કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X