કોંગ્રેસને ડસવા માટે ભાજપમાં સામેલ થયા ‘નાગરાજ’
નવી દિલ્હી, 8 ઓક્ટોબરઃ લોકસભા ચૂંટણી 2014ને હવે થોડોક જ સમય બાકી છે. દરેક રાજકિય પાર્ટી એક બીજાને માત આપવા માટે હર સંભવ પ્રયત્નો કરી રહ્યાં છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ એક મોટો દાવ ખેલ્યો છે અને કોંગ્રેસને પછડાટ આપવા માટે નાગરાજને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે. અરે, ચોંકતા નહીં અમે કોઇ સર્પ નાગરાજની નહીં પરંતુ નાગરાજ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, શક્તિમાન અને રામ-રહિમ કાર્ટૂનને આકાર આપનારા લેખક હનીફ અઝહરની વાત કરી રહ્યાં છીએ.

નોંધનીય છે કે, અઝહર અત્યારસુધી ચાર હજાર કોમિક લખી ચૂક્યા છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, અઝહર ભાજપમાં સામેલ થવાથી મુસ્લિમ સમુદાયનો બંઝારા સમાજ પાર્ટી સાથે જોડાશે. આ સાથે જ વિપક્ષ પર હુમલો કરવા માટે ભિન્ન ભિન્ન પ્રકારના કાર્ટૂનનો ઉપયોગ કરવામાં આવશે. હનીફ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના રહેવાસી છે.












Click it and Unblock the Notifications
