For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

J&K: સોપોરમાં એન્કાઉન્ટર, જૈશ એ મોહમ્મદનો કમાંડર ઠાર મરાયો

J&K: સોપોરમાં એન્કાઉન્ટર, જૈશ એ મોહમ્મદનો કમાંડર ઠાર મરાયો

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોર વિસ્તારમાં બુધવારે થયેલ અથડામણમાં સુરક્ષાબળોએ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના કમાંડરને ઠાર માર્યો છે, પોલીસે આ જાણખારી આપતા જણાવ્યું કે સોપોરમાં ચાલુ અથડામણમાં જૈશ એ મોહમ્મદનો કમાંડર ઠાર મરાયો છે, આતંકવાદીની ઓળખ સજાદ નવાબ ડાર તરીકે થઈ છે.

સર્ચ અભિયાન

સર્ચ અભિયાન

અધિકરીઓએ જણાવ્યું કે આતંકવાદીઓને લઈ મળેલી ગુપ્ત સૂચના બાદ મંગળવારે મોડી રાતે કાશ્મીરના ઉત્તરી જિલ્લામાં સોપોરના આરામપોરા વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું, બુધવારે સવારે સુરક્ષાબાળોના આતંકવાદીઓ સાથે સામનો થયો, જ્યારે આતંકવાદીઓએ સર્ચ અભિયાન ચલાવી રહેલા સૈનિકો પર ગોળીબાર કર્યો હતો, જે બાદ જવાનોએ પણ ઝડબાતોડ જવાબ આપતા જૈશ એ મોહમ્મદના કમાંડરને ઠાર માર્યો.

ગ્રેનેડથી હુમલો કર્યો

ગ્રેનેડથી હુમલો કર્યો

જણાવી દઈએ કે મંગળવારે જ દક્ષિણ કાશ્મીરના જિલ્લા અનંતનાગના બિજબેહાડા વિસ્તારમાં સીઆરપીએફ જવાનની ટૂકડી પર કેટલાક આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો, જેમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થઈ ગયો જ્યારે એક જવાન ઘાયલ થઈ ગયો હતો, શહીદ જવાનની ઓળખ શિવ લાલ તરીકે થઈ હતી.

આતંકવાદીઓ ઠાર મરાયા

આતંકવાદીઓ ઠાર મરાયા

સીઆરપીએફ સહિત સેનાના જવાનોએ હુમલા બાદ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી આતંકવાદીઓની તલાશ શરૂ કરી હતી, જ્યારે સોપોરના ગુલ અબદ અરમ્પોરામાં કેટલાક આતંકવાદીઓ દેખાયા હોવાની સૂચના મળ્યા બાદ સુરક્ષાબળોને સંયુક્ત ટીમે સર્ચ અભિયાન ચલાવ્યું હતું, જે અંતર્ગત જ જાણકારી મળી હતી કે કેટલાક આતંકવાદીઓ સોપોર કસ્બામાં છૂપાયા છે. જણાવી દઈએ કે રવિવારે પણ પાંચ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.

સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ લૉકડાઉન લંબાવવાના આપ્યા સંકેતસર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ લૉકડાઉન લંબાવવાના આપ્યા સંકેત

English summary
Commander of Jaish-e-Mohammed, Sajad Dar was neutralised in the operation. We have recovered one AK rifle, 3 AK magazines and 59 rounds SAYS DIG North Kashmir Range,Suleman Choudhary.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X