For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લખનઉની ઐતિહાસિક ધરોહરોને બચાવવાની પહેલ

|
Google Oneindia Gujarati News

લખનઉ, 29 ઑગસ્ટઃ નવાબોના શહેર લખનઉ સ્થિત ઐતિહાસિક ધરોહરોની રક્ષા માટે સમાજના વિભિન્ન સમુદાયોએ કમર કસી લીધી છે. ઐતિહાસિક ધરોહરોની રક્ષા માટે મુસ્લિમ મહિલા પર્સનલ લો બોર્ડના આંદોલન ચલાવવાની ઘોષણા કરી છે.

ઓલ ઇન્ડિયા મુસ્લિમ મહિલા પર્સનલ લો બોર્ડના ‘જર્જર અને ખતમ થતી ઐતિહાસિક ધરોહોરો અને ગંગા જમૂની સંસ્કૃતિની સાચવણી અને જવાબદારીઓ' વિષય પર લખનઉ પ્રેસ ક્લબમાં મંગળવારે પરિચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના વિભિન્ન વર્ગોના લોકોએ ભાગ લીધો હતો.

લખનઉના જાણીતા ઇમામવાડા અંગે નવાબ મીર અબ્દુલા જાફરે જણાવ્યું કે, તેનું નિર્માણ 1784માં કરવામાં આવ્યું હતું. એ સમયે નિર્માણ પર એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જાળવણીના અભાવના કારણે આ જર્જરિત થઇ રહ્યું છે.

ઐતિહાસિક ઇમારત

ઐતિહાસિક ઇમારત

પારખ મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશ સરકારના પૂર્વ રાજ્ય મંત્રી કૌશલ કિશોરે કહ્યું કે, ઐતિહાસિક ઇમારતોની સારવાર અને જાળવણી થવી જોઇએ અને લખનઉમાં ગંગા-જમૂના સંસ્કૃતિને ફરીથી શરૂ કરવી જોઇએ.

મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ગંભીર

મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ગંભીર

ઓલ ઇન્ડિયા મુસ્લિમ મહિલા પર્સનલ લો બોર્ડની અધ્યક્ષ શાઇસ્તા અંબરે કહ્યું કે લખનઉની ગંગા જમૂના સંસ્કૃતિની જાળવણી માટે ઐતિહાસિક ધરોહરોની જાળવણી જરૂરી છે. તેના માટે ઓલ ઇન્ડિયા મુસ્લિમ મહિલા પર્સનલ લો બોર્ડ આંદોલન ચલાવાશે અને સરકારને ઐતિહાસિક ધરોહર સુરક્ષિત રાખવા માટે કટિબદ્ધ કરશે.

શું કહે છે પૂર્વ છાત્ર

શું કહે છે પૂર્વ છાત્ર

શિયા ડિગ્રી કોલેજ છાત્રસંઘના પૂર્વ અધ્યક્ષ મઝહર અબ્બાસ રિજવીએ કહ્યું કે તમામ રૂમી ગેટ અને ઇમામવાડા ધીરે-ધીરે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યાં છે.

ફિક્સ ડિપોઝિટનો પ્રશ્ન

ફિક્સ ડિપોઝિટનો પ્રશ્ન

રિજવીએ હુસૈનાબાદ ટ્રસ્ટની કરોડોની સંપત્તિ, ઇમામવાડાની દરરોજ થતી રકમનો ખર્ચ અને હુસૈનાબાદ ટ્રસ્ટ પાસે પડેલી સાત કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટનો પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, ઐતિહાસિક ધરોહરોની જાળવણી માટે છાત્ર પણ સંઘર્ષ કરશે.

તમામ લોકો આવે સાથે

તમામ લોકો આવે સાથે

લખનઉની ઐતિહાસિક ધરોહરો અને ગંગા-જમૂના સંસ્કૃતિને બચાવવા માટે સૈયદ માસૂમ રજા, ગાયત્રી પરિવારના જેપી સિંહ, મૃદુલા રાય, દિનેશ રાય, રવિ કપૂર જી, હરિશચંદ્ર ધાનુક(તાજિયા સેવક),લાડલી રિજવી, સુફિયા ખાને પોતાના વિચાર રજૂ કર્યા અને આ સાથે આંદોલનમાં સતત હાજર રહેવા એલાન કર્યું.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X