કોમનવેલ્થ કૌભાંડ : સુરેશ કલમાડીની ફરીથી પૂછપરછ શરૂ

નોંધપાત્ર છે કે વર્ષ 2010માં કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન કંપની ઇવેન્ટ નોલેજ સિસ્ટમને આપવામાં આવેલા 70 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટમાં થયેલી ગેરરિતીના મામલે સુરેશ કલમાડીની પૂછપરછ કરવામાં આવનાર છે. અગાઉ પણ કલમાડીની પુછપરછ કરવામાં આવી ચુકી છે.
અહેવાલ મુજબ સીબીઆઇ કલમાડી અને અન્ય અધિકારીઓ સામે પહેલાથી જ કેસ દાખલ કરી ચુકી છે. ગયા વર્ષે કલમાડી અને કોમનવેલ્થ ગેમ્સ ની આયોજન સમિતીના વરિષ્ઠ અધિકારીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સુત્રોએ કહ્યું છે કે મોરેશિયસ સ્થિત કંપની ઇવેન્ટ નોલેજ સિસ્ટમને કમિટી દ્વારા 70 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
સ્થળના વિકાસ અને મેનેજમેન્ટ મામલે જરૂરી સલાહ આપવા માટે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ભારે હોબાળો મચી ગયા બાદ આ મામલે તપાસ કરવા માટે સમિતી રચવામાં આવી હતી. વડાપ્રધાન દ્વારા બનાવવામાં આવેલી સમિતીએ કહ્યું હતું કે ક્વાલિટી આધારિત પસંદગીની મજાક તચરીકે આ સમગ્ર કોન્ટ્રાક્ટ હતો.
કલમાડી પહેલાથી જ શ્રેણીબદ્ધ ભ્રષ્ટાચાર સાથે સંબંધિત કેસોનો સામનો કરી રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સના સંચાલન દરમિયાન ભ્રષ્ટાચાર સાથે સંબંધિત ધણા કેસો કલમાડી સામે છે. કલમાડીની 70 કરોડના કોમનવેલ્થ ગેમ્સ કોન્ટ્રાક્ટના સંબંધમાં પૂછપરછ કરવામાં આવી ચુકી છે. સુરેશ કલમાડી કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન વિવાદના ધેરામાં આવતા તેમને વડા તરીકે રાજીનામુ આપવાની ફરજ પડી હતી.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
