For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PIC: અખિલેશના રાજમાં થયા 134થી વધુ કોમી રમખાણો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, 9 સપ્ટેમ્બર: ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગર સળગી રહ્યું છે. અત્યારસુધી 28 લોકોના મોત નિપજ્યાં છે. આખુ શહેર તથા આસપાસના ગામડાંઓ હવે સેનાના હવાલે કરી દેવામાં આવ્યા છે. પોલીસ ઉપદ્રવીઓની ધરપકડ કરવામાં લાગી છે. અધિકારીઓની બદલી અને વિરોધી દળોના આકરા પ્રહારો ચાલુ છે. પરંતુ આ બધા વચ્ચે જે એક વાત બહાર આવી રહી છે તે છે અખિલેશ સરકારની નિષ્ફળતા. અહીં અમે ફક્ત એક પ્રશ્ન પૂછીશું? જો અખિલેશ સરકાર આટલી સક્ષમ છે તો તેમના કાર્યકાળમાં અત્યાર સુધીમાં 134થી વધુ સાંપ્રદાયિક હિંસા કેવી રીતે ભડકી?

આ સાંભળીને તમે આશ્વર્યમાં પડી જશો કે અખિલેશ સરકારના રાજમાં અત્યાર સુધી 134વાર અલગ-અલગ જગ્યાએ કોમી રમખાણો થયા છે. તેમાં ગત વર્ષે મુરાદાબાદ, મેરઠ, અયોધ્યા અને બરેલીના રમખાણો પણ સામેલ છે. આ અમે નહી પરંતુ યુપી પોલિસનું રજિસ્ટર કહી રહ્યું છે, જેમાં નાના રમખાણોથી માંડીને મોટા રમખાણોનો સમાવેશ થાય છે.

જો અખિલેશ યાદવના કાર્યકાળમાં થયેલા મુખ્ય રમખાણોની વાત કરીએ તો યાદી ઘણી લાંબી છે, જો કે અમે થોડા રમખાણો સ્લાઇડરમાં બતાવી રહ્યાં છે, જે સ્પષ્ટપણે સરકારની નિષ્ફળતા રજૂ કરે છે. ગૃહમંત્રાલયન રિપોર્ટ અનુસાર ઉત્તરપ્રદેશમાં 2012માં કોમી રમખાણોના 134 કેસ નોંધવામાં આવ્યા હતા.

રિપોર્ટ અનુસાર આ રમખાણોમાં 58 લોકોના મોત નિપજ્યાં હતા અને 456 લોકોને ઘાયલ થયા હતા. તો બીજી તરફ મુખ્યમંત્રીનો દાવો છે કે 2012 માત્ર 27 રમખાણો થયા હતા. અખિલેશ યાદવના કાર્યકાળમાં અત્યાર સુધી મુજફ્ફરનગર, મથુરા, બરેલી, અયોધ્યા અને ગાજિયાબાદમાં સૌથી વધુ રમખાણોમાં થયા છે. અખિલેશના રાજમાં કેટલાક મોટા રમખાણોની યાદી સ્લાઇડરમાં જુઓ.

7 સપ્ટેમ્બર 2013ના રોજ મુજફ્ફરનગરમાં

7 સપ્ટેમ્બર 2013ના રોજ મુજફ્ફરનગરમાં

26 ઓગષ્ટના રોજ થયેલી ઘટના બાદ બે જુથો વચ્ચે 7 સપ્ટેમ્બરના રોજ અથડામણ સર્જાઇ હતી, જેમાં આગચંપી, લૂંટફાટ, તથા અન્ય ઘટનાઓમાં 28 લોકોના મોત નિપજ્યાં હતા. જ્યાં સરકારને સેનાનો સહારો લેવો પડ્યો છે.

4 સપ્ટેમ્બર, 2013ના રોજ શામલીમાં

4 સપ્ટેમ્બર, 2013ના રોજ શામલીમાં

શામલી જિલ્લામાં તો 4 સપ્ટેમ્બરના રોજ કોમી રમખાણો ભડક્યા હતા, જેમાં બે લોકોના મોત નિપજ્યાં હતા. બે જુથો વચ્ચે થયેલી અથડામણમાં જોરદાર આગચંપીના બનાવો બન્યા હતા. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.

2 ઓગષ્ટ 2013ના રોજ લખનઉમાં

2 ઓગષ્ટ 2013ના રોજ લખનઉમાં

ગત મહિને રજમાનના દરમિયાન લખનઉમાં બે જુથો વચ્ચે અથડામણ બાદ હિંસા ભડકી હતી. તેને ધ્યાનમાં રાખતા લખનઉમાં કર્ફ્યું લગાવવો પડ્યો હતો.

25 ઓક્ટોબર, 2012ના રોજ ફૈજાબાદમાં

25 ઓક્ટોબર, 2012ના રોજ ફૈજાબાદમાં

ઓક્ટોમ્બર 2012માં ફૈજાબાદમાં રાત્રે બે જુથો અથડામણ સર્જાઇ હતી, જેના કારણે આખા શહેરમાં કર્ફ્યું લાદવો પડ્યો હતો. આ હિંસાની આગ બારાબંકી સુધી ફેલાઇ હતી.

14 સપ્ટેમ્બર 2012 ગાજિયાબાદમાં

14 સપ્ટેમ્બર 2012 ગાજિયાબાદમાં

સપ્ટેમ્બર 2012માં પોલીસ અને મુસલમાનો વચ્ચે સર્જાયેલી અથડામણ બાદ રમખાણો ફેલાયા હતા, જેમાં એક બાળકનું મોત નિપજ્યું હતું 12 લોકોને ઇજા પહોંચી હતી.

7 ઓગષ્ટ 2012ના રોજ પ્રતાપગઢમાં

7 ઓગષ્ટ 2012ના રોજ પ્રતાપગઢમાં

ઓગષ્ટ 2012માં પ્રતાપગઢના સનેહી ગામમાં બે જુથો વચ્ચે ટેમ્પોનું ભાડું વધારે લેવામાં આવતાં અથડામણ સર્જાઇ હતી. જેને જોતજોતામાં સાંપ્રદાયિક હિંસાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

6 ઓગષ્ટ 2012ના રોજ બરેલીમાં

6 ઓગષ્ટ 2012ના રોજ બરેલીમાં

બરેલીમાં ગત વર્ષે ઓગષ્ટમાં ધાર્મિક વરઘોડા સમયે બે જુથો વચ્ચે અથડામણ સર્જાઇ હતી, ત્યારબાદ આખા શહેરમાં કર્ફ્યું લાદવો પડ્યો હતો.

27 જુલાઇ 2012ના મેરઠમાં

27 જુલાઇ 2012ના મેરઠમાં

ગત વર્ષે મેરઠમાં સાંપ્રદાયિક હિંસા સર્જાઇ હતી, જેમાં બે લોકોના મોત નિપજ્યાં હતા અને અન્ય 12 લોકોને ઇજા પહોંચી હતી.

22 જુલાઇ 2012ના રોજ બરેલીમાં

22 જુલાઇ 2012ના રોજ બરેલીમાં

ગત વર્ષે જુલાઇમાં બરેલીમાં થયેલા રમખાણોમાં ચાર લોકોના મોત નિપજ્યાં હતા. આ હિંસાની શરૂઆત કાવડિયાઓ અને મુસ્લિમ યુવકો વચ્ચે નાની અથડામણ સર્જાઇ હતી.

30 જૂન, 2012 પ્રતાપગઢમાં

30 જૂન, 2012 પ્રતાપગઢમાં

30 જૂનના રોજ અસ્થાન ગામમાં સાંપ્રદાયિક હિંસા ભડકી હતી જે 10 સુધી ચાલી હતી. આ હિંસા જ્યારે ભડકી હતી જ્યારે મુસ્લિમ છોકરાએ 13 વર્ષની હિન્દુ દલિત બાળકી સાથે સામૂહિક બળાત્કાર ગુજારી તેની હત્યા કરી દિધી હતી.

1 જૂન 2012ના રોજ મથુરામાં

1 જૂન 2012ના રોજ મથુરામાં

ગત વર્ષે જૂનમાં બે સાંપ્રદાયિક લોકો ત્યારે સામસામે આવી ગયા જ્યારે ધાર્મિક અનુષ્ઠાન વખતે પાણીને અપવિત્ર કરી દિધું હતું. આ હિંસામાં ચાર લોકોના મોત નિપજ્યાં હતા.

English summary
Whole district of Muzaffarnagar including villages is burning in communal riots. This is actually failure of Akhilesh Yadav. Here are the list of riots in his regime.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X